________________
354
સ્થાનસાગરજી કૃત
૧૫૦
૧૫૧
૧૫૨
૧૫૩
૧૫૪
એક દિન લીધો સબલો ભાર, મારગિ જાતો કરઈ વિચાર; લાગઇ અંગિ ઘણો તાવડો, બોલ ન બોલાઈ પડવડો. ભારઈ નમતી જાઈ ગાવડી, લેઉં વિશ્રામ જો લહું છાહડી; ઈમ ચીંતવતો આગલિ ગયો, દેખી પૃખ્ય રલીયાત થયો. અતિ ઊંચો સરલો એક વૃક્ષ, નાનાવિધના પંખી લક્ષ; સૂરિજ કિરણ ન ફરસઈ સહી, મૂકી ભાર નઈ અઈઠો મહી. સિરિ જીરણ બાંધિક ચીંથરું, હાથિથકી નાખિઉં પરહું; ચીસઈ નખ મેલી તિણિવારિ, ખાજિ ખણઈ એ દરિદ્ર પ્રકાર. વાયો વાય થયો ઉછળી, બીલીફલ ગૂટલે તિહા થકી; ટાલિ ઉપર તે આવી પડિલે, ભાગૂ શિર દુબઈ અતિ રડિઉં. એ એ મોટઉ કર્મ વિશેસ, નવિ પામિઉ તે સુખ લવલેસ; પુન્યવંત જિણિ ભૂમિ જાઈ, રાન માંહિ વલાઉલ થાઈ. હવઈ તે કુમર સુખઈ તિહાં રહઈ, કલાચાર્યનો વિનય જ વહઈ; વિનય થકી “રજઈ સુરનરા, લોક સકલ થાઈ કિંકરા. એક ધનવંત વિનય અનુસરઈ, તેહની સહુ પ્રશંસા કરઈ; વિનય સમા નહી ગુણ કોઈ, વિરલા નરમાહિ તે હોય. પંડિતનઈ મન માનિઉ સહી, કલા અભ્યાસ કરાવઈ વહી; ઘર પૂંઠઈ સુંદર આરામ, કામીજનનો વસવા ઠામ.
ખડોખલી નિર્મલ જલ ભરી, ધોવઈ અંગ પરિશ્રમ કરી; શુક-પિક-ચાતુક બોલઈ મુદા, દીઠાં મન સુખ પામઈ સદા. મન-વચ-કરણ નિજ એક કરી, કલા અભ્યસઈ ઉલટ ધરી; હવઈ જે આગલિ થાસઈ ચરી, સુણયો વિકથા દૂરિ કરી.
૧૫૫
૧૫૬
૧પ૭
૧૫૮
૧૫૯
૧૬૦
૧. તડકો. ૨. શરીર. ૩. રણ. ૪. સમુદ્ર. ૫. રંજિત થાય. ૬. નાનો કુંડ. ૭. આનંદથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org