________________
346
સ્થાનસાગરજી કૃતા
દૂહીઃ
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૪
ધરી ધીરજ મનિ આપણાં, ચાલઈ કુમાર સાહસીક; ખડગ સખાઈ તેહનાં, એકલડુ નિરભીક. ભલે ભલો સહુકો અછાં, બુરે ભલો નહી કોઈ; આપદ આવ જીવનઈ, સગો ન દીસઈ કોઈ. ઈમ જાણી મન અપ્પનઈ, ચેતન આણો લોઈ; ચરણ નિહાલી ચાલીઈ, તુ વંછિત સુખ હોઈ. ઠંડી ઘર-પુર-રાજ નિજ, ચાલિઉ તેહ કુમાર;
કર્મ સંભારઈ આપણા, સાથિ ન કો પરિવાર ચોપઈ રાગ-મારુણી માંહિ.
ચાલિઉ કુમર તિહાંથી તામ, જોતો વન-વાડી-આરામ; ઠામિ-કામિનાં કૌતક સહી, જોતો જાઈ મારગિ વહી. જિહાં કણિ પોઢ સરોવર ભલા, શારદ જલ દીસઈ નિર્મલા; ધાઈ મીન પડઈ ઉકલી, સારસ-હસતણી જોડલી. નાનાવિધિના કમલ પરાગ, જેહનઈ કોઈ ન પામઈ થાગ; ખિણ વિશ્રામ તિહાં કણિ લીલ, ફલ ભખ્ખણ આધાર જ દીલ. કિહાં કણિ સુંદર બહુ સંનિવેસ, જોતા જાઈ ચિત્ત કલેસ; દૂધ-દહીં-ગોરસનઈ મહીં, તેહ તણી જિહાં ઊણિમ નહીં. અતિ સુંદર દીસઈ ગોપિકા, મૃગનયણી સુંદર નાસિકા; ગયગમણી નમણી કુચભાર, ગુંજાફલના પહિર્યા હાર. જોતો જાઈ તાસ સરુપ, જિમ મરુધર મીઠો જલકૂપ; મુંકઈ ગિરિ ગુહુવરના ઠામ, મૂકઈ ચોરતણા જે ગામ.
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
૧૦૯
૧૧૦
૧. પોતાનું. ૨. વિચારી. ૩. મોટા. ૪. ચણોઠી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org