________________
અગડદત્ત રાસ
રાય નિરખઇ નિજ દૃષ્ટિ કરી, તવ દીઠી મુખ છાયા ફિરી; ‘કિણિ દૂતવી એ માહરી પ્રજા?, મુઝ ભાખો જિમ દેઊં તસ સજા’.
તવ બોલઇ એક નર વાચાલ, ‘સુણુ વીનતી કહુ જે ભૂપાલ!'; છત્ર છાયે રહીઇ તુઝ સહી, કોઇ અસુભ વચન ન સકઇ કહી.’ ‘પણિ રાય! સુણુ એક વીનતી', ઇમ ભાસઇ એક નર સુભમતી; ‘કહિતાં જીભ ન ઊપડઇ, વિણ ભાખઈ સંચ ન કોઇ પડઇ.
નિસિ રાજકુમાર ફિરઇ એકલઉ, જસ આચાર નહીં ભલો; દિન એતા અમ્હે રહ્યા સાંસહી, એણિ દુખે અમ્હે ન સકું રહી. એ કુંચી તુમ્હચી લીજીઇ, અમ્હનઇ હવઇ ૪આયસ દીજીઇ; સુખઇ રહીઇ કિણિ દેસઇ જઇ?', ઇમ ભાસઇ દીન વદન થઇ. સુણી ભૂપતિ તવ કોપઇ ચડઇ, ક્રોધાનલ અંગ ધડહડઇ; કરી લોચન લાલ ગઈ ખિમા, નવિ બોલઇ બોલ વલી સમા.
કુલ ખંપણ નંદણ એ સહી, પુરથી એ કાઢ્યો વહી; વલી આદર માન ઘણો દીઉ, મહાજન તવ રાયે વિસર્જીઉ.
૧. પરિચય. ૨. સહન કરી. ૩. ચાવી. ૪. આદેશ. ૫. કલંક.
Jain Education International
For Personal & Private Use Only
૮૧
૮૨
૮૩
૮૪
૮૫
૮૬
૮૭
343
www.jainelibrary.org