________________
342
સ્થાનસાગરજી કૃત
દૂહાઃ
અતિ દુખ તે પામઈ નગરજન, ચલઈ કોઈ પ્રકાર; રાજપુત્ર જો એડવો, તુ હવઈ કુણ આધાર? દિન કેતા ઈણિપરિ ગયા, એક દિનિ ચિંતઈ ચિત્તિ; ઈહાં રહા જુગતું નહીં, દુખ સહવું બહુ નિત્તિ.” બાલ-વૃદ્ધ સવિ આવીયા, મિલી મહાજન વૃંદ; દીનવદન દીસઈ સહુ, જિમ વાદલમાં ચંદ. ધનપતિ-શ્રીપતિ-ગણપતિ, જગપતિ નઈ જગપાલ; વિવહારી મિલી આવીયા, કરી આગલિ વાચાલ. કુહ્યો-કર્મણ-કમલસી, પદમો-પંજો જેહ; પટેલ સવિ આવ્યા મિલી, જેહની ઉપચિત દેહ. કુંત-ખડગ–ખેડાં ધરી, આવ્યા નગરી સેલોત;
આવઈ મૂંછઈ કરિ ધરી, પહિરી કષાબર ધોતિ. ઢાલઃ ૫, રાગ કેદારો, તવ રાય સેઠ બેહુ જણા-એ દેસી.
તવ આવિઉં રે મહાજન ઝલફલી, વલી લીધી ભેટ અતિ ભલી; પ્રતીહારે રાય જણાવીઉં, ‘કિણિ કારણિ મહાજન આવી?”. તવ રાજા બોલઈ પડવડો, વહી મહાજનનઈ માહિ તેડો; રાય દૂત આવ્યા તવ ધસમસી, પુરજન સવિ આવઈ ઉલ્હસી. કરી મોતી થાલ જ ભેટણઈ, મુખિ રાજન કેરી સ્તુતિ ભણઈ; તુઝ દરસનિ લોચન અખ્ત ઠર્યા, હવે કાજ સકલ અમ્મચાં સર્યા.”
૭૮
૮૦
૧. મજબૂત. ૨. ગેંડાના ચામડાની ઢાલ. ૩. જમીનદારની વસુલાત ઉઘરાવનાર માણસ. ૪. ભગવા રંગનું વસ્ત્ર. ૫. સ્પષ્ટ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org