SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ 340 સ્થાનસાગરજી કૃતા દૂહીઃ ઘરિ અંગનિ ક્રીડા કરઈ, દેખી મનનઈ રંગ; પ્રેમપૂર અધિકો તદા, વાધઈ જનની અંગિ. પુણ્યતણા ફલ એડવાં, લહઈ નવલા ભોગ; ગોરસ કંચન કામિની, વલી ઘરિ પુત્ર સંયોગ. દિનિ-દિનિ વાધઈ કુમર તવ, અગડદા જસ નામ; કુલ દીપક એ અવતર્યો, રુપઈ અભિનવ કામ. પંચ વર્ષ દેખી કરી, ચિંતઈ ચિત્તિ વિચાર; પુત્ર ની સાલમાં મૂકીઇ, વિદ્યા ભણઈ અપાર. ચોપાઈઃ સુરુગુરુવાર અનઈ અશ્વિની, મહુરત જોઉં ભણવા ભણી; ગજ-ર[થ- અશ્વ-પાયક સજીયા, પંચ શબદ વાજિત્ર વાજીયા જોવઇ પુર નારી જાલી, કાચિત ઊભી અઢાલીઇ; કાચિત વેણી ગૂંથાવતી, જોવા આવઈ તવ દૂઉડતી. કાચિત હાર ધરતી કરઈ, મંદિર તારક તતિ વિસ્તરઈ; કાચિત નિજ પ્રીયનઈ પ્રીસતી, નિરખેવા આવઈ હસતી. સ્ત્રીનઈ વલ્લભ એના બોલ, કલહ કાજલ નઈ કુંકમરોલ; નાદ નીર અનઈ જાગરણ, દૂધ જમાઈ અંગ આભરણ. ખડીયા સોવન-રુપાતણા, પંડિતનઈ આપઈ ઉઢણા; ની સાલમાં બહુ ઉછવ કરી, મૂકઈ રાજા ઉલટ ધરી. થોડઈ દિનિ વિદ્યા સંગ્રહી, જાસ બુદ્ધિ સુરગુરુ સમ કહી; શસ્ત્ર-શાસ્ત્રકલા અભ્યસી, સરસતિ તાસ હૃદએમાંહિ વસી. ૧. મેડીપર. ૨. દોડતી. ૩. કીકી=(આખ)ની શ્રેણી. ૪. હર્ષ પામતી. ૫. ઓઢવાના વસ્ત્ર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy