________________
અગડદન રાસ
339
૪૫
દૂહાઃ શુભ રાશિ યોગઇ જનમીલ, ઉત્તમ પુરુષ પ્રધાન; જનમ ભુવનસુ પ્રકાસકર, પૂરવ દિસિ જિમ ભાણ. આપઈ સુત વદ્ધામણી, હરખિત ચિત્ત નરિંદ; નગર મહોછવ બહુ કરઈ, ટાલઈ સવિ દુખ દંદ. ઢાલઃ ૪, અલબેલાની.
જનમ મહોછવ તિહાં કરઈ રે લાલ, રાજા ધરી ઉલ્લાસ મેરે લાલ રે; દાન વિવિધ પરિ દીજીઈ રે લાલ, પૂર ઈહણ આસ મેરે લાલ રે. ૪૭
તુ મનમોહન સુંદરું રે લાલ ઘર-ઘરિ ગૂડી ઉછલઈ રે લાલ, કીજઈ કુંકમરોલ મેરે લાલ રે; ગોરી ગાવઈ સોહલુ રે લાલ, દીજઈ પાન-તંબોલ મેરે લાલ રે. ૪૮ તુ મન, સોલ સિંગાર સજી કરી રે લોલ, ગાવતિ ગલ ચ્યાર મેરે લાલ રે; ભરિ મોતિન થાલ વધાવીરે લાલ, સજન સંબંધી નારિ મેરે લાલ રે. ૪૯ તુ મન, મુખ પુનિમકુ ચંદલો રે લાલ, મૃગલોચનિ સુવિસાલ મેરે લાલ રે; નાસા દીપશિખા જિસી રે લાલ, અધુર રંગ પ્રવાલ મેરે લાલ રે. ૫૦ તુ મન, રત્ન જટિત બન્યો પાલનો રે લાલ, ચંદ્રોપક સુવિસાલ મેરે લાલ રે; સુંદર ગાવઈ હાલરો રે લાલ, સુનિ-સુનિ રીઝઈ બાલ મેરે લાલ રે. ૫૧ તુ મન, સોવન કડિલી ડિલી રે લાલ, પાઈ ઘૂઘર ઘમકાર મેરે લાલ રે; ઘરિ અંગનિ પગલા ભરઈ રે લાલ, વચન વદઈ મનોહાર મેરે લાલ રે. પ૨ તુ મન, માતા ઉછંગઈ ખેલતો રે લાલ, ખિન માગઇ પયપાન મેરે લાલ રે; ભીડી હૃદય સકોમલઈ રે લાલ, જનની આપઈ માન મેરે લાલ રે. પ૩ તુ મન,
૧. નાની ધજા. ૨. થાપા. ૩. હોઠ. ૪. ઘોડીયું. પ. કડુ. ૬. આંગણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org