________________
336
સ્થાનસાગરજી કૃત
દૂહીઃ
વડ વ્યવ્યહારી તિહાં વસઈ, કોટીધજ અસમાન; ધર્મ-કર્મ કરણી કરઈ, દીઇ નિત વંછિત દાન. શ્રી જિનવર પૂજા રચાં, પાલઈ નિજ આચાર;
મુખિ નાકાર ન ઉચરઈ, ધનદ સમા દાતાર. ઢાલઃ ૨, ચતુર સનેહી મોહન-એ દેસી.
સમભૂમિ મિંદિર ભલાં, જાનઈ દેવવિમાના રે; સુખ વિલસઈ ભોગી નરા, વાજાં મદલ તાના રે. નગર સોભા કેતી કહું?, ભૂ-રમણી હરિ હારા રે; વિદ્યા-વિનય-વિવેકસિ૬, રહઈ સકલ જન સારા રે. સુરવધુ સુંદર ઉપમા, જિહાં કામિની મનોહારી રે; સોલ સિંગાર સજી ચલઇ, કરી ઝંઝર ઝમકારા રે. ચંદ્મવદની મૃગલોચિની, સોભિત કબરી વિશાલા રે; દેખત મૃગ-શશિ-“મણિધરા, લિઈ વન-ગગન-ભૂ વાસા રે. કુચ કુંભસ્થલઉપમા, જંઘ જુગલ જાનુ કેલી રે; હંસગમનિ પ્રહસિત મુખી, કોમલ માલતી વેલી રે. હાવ-ભાવ વિભ્રમ કરી, કામીનર મદ ગાલઈ રે; સીલ સનાહ સદા ધર, તિન સિવું કંપિ ન ચાલઈ રે. જિહાં જિનમંદિર રુયડાં, ગગનસિઉ મંડિત વાદ રે; ધૂપ ઘટી ઘન મહઇ, વાજઈ ઝલરિ-નાદા રે. નગ ચિત્રિત “ચંદ્રોપક યુતા, જિહાં વર પૌષધશાલા રે; સાધુ સદા રહઈ સુંદરુ, નિજ સંજિમ પ્રતિપાલા રે.
૧. મોટા. ૨. કરોડાધિપતિ. ૩. મૃદંગ. ૪. ચોટલો. ૫. સર્પ. ૬. ઢોલ. ૭. સૂર્ય. ૮. ચંદરવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org