SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસા 335 દૂહીઃ તારક-ગણમાહિ ભલો, સોહઈ વલી જિમ ચંદ; જિમ મુક્તાફલ હાર વિચિ, રાજતિ નીલ મણિદ. અવનીતલિ ઉપમ કહું, અલકાપુરી સમાન; સંખપુર દાહિણચંખ જિમ, સકલ વસ્તુ નિધાન. સુંદર નગર દેખી કરી, લછિ કીધો વાસ; લોક સદા પ્રમુદિત વસઇ, કરઈ નિત લીલ વિલાસ. ચઉપઈઃ સંખપુર નગર મનોહર ઠામ, જિહાં બહુવિધિ વાડી આરામ; અંબ-જંબ- કદંબ રસાલ, અગર તગર નારિંગા લાલ. કમરક-કેલી-કર્મદી કહું, સરસ સદા ફલ સોભા લહું; જોઈ-જૂઈ-ચંપક-માલતી, નિજ પરિમલ દિસિદિસિ વાસતી. જિહાં મધુકર ગુંજારવ કરઈ, કોકિલ-રવ સુણતાં મન હરઈ; સજલ સરોવર દિસઈ ભલા, ખેલાઈ હંસી-હંસ જામલા. જિહાં સુંદર દીસઈ દીર્ઘિકા. પંથીજન-મનિ તીર્થિકા: પ્રવર સોપાનઈ દીસઈ ભલી, જલ-પૂરિત દીસઈ નિર્મલી. અતિ ઊંચો વિસમો તિહાં કોટ, વઈરીજન ન દીઈ તસ દોટ; ચલ પઝેર ખાઈ જલ ભરી, જુદ્ધ સજાઈ દીસઈ ખરી. પુઢી નગરતણી તિહાં પોલિ, વાતાયનની દીસઈ ઉલિ; ચુરાસી ચહટા ગહગઇ, જિહાં પંથી બહુમાન જ લહઈ. ઠામિ-ઠામિ દેઈ “શત્રુકાર, કોહનઈ મુખિ ન લહું નાકાર; સુખી લોક રહઈ સર્વદા, કદહી ન દીસઈ તસ આપદા. ૧. લક્ષ્મી. ૨. બગીચો. ૩. કમરક, કેળા, કરમદુ વગેરે ફળોના ઝાડ છે. ૪. જોડકા. ૫. વાવ ૬. બાજુ. ૭. મોટી. ૮. શ્રેણી. ૯. અન્ન-દાનશાળા. ૧૦. ક્યારેય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy