________________
અગડદત્ત રાસ
337
દૂહાઃ
જિમ સોહઈ સરોવર જલઈ, નિસિ સોહઈ જિમ ચંદ; કુલ સોઈ જિમ પુત્ર સિઉં, નગરી તેમ નરિંદ. રાજા નિપુણ સદા જિહાં, ન્યાય-નીતિ પ્રતિપાલ;
પ્રજા સુખી રહઈ તેહની, દિનિ-દિનિ મંગલમાલ. ઢાલઃ ૩, નમિરાય! તું ધન ધન અણગાર-એ દેસી.
જીહો રાજા રાજ કરઈ તિહાં, જીહો પ્રબલ પ્રતાપી જેહ; જીહો નામઈ શ્રીસુંદર ભલો, જીયો સજન ઉપરિ ઘણ નેહ. જીહો સુંદર છવિ જસ દેહની, જીયો પાલઈ નિજ કુલ નીમ; જીયો સીમાડા સવિ તેહની, જીતો નવિ લોપઈ કોઈ સીમ. ૩૯
વિવેકી સુણયો એક સંબંધ. જીહો ગજ-રથ-ઘોડા-પાલખી, જીહો પાયક સંખ ન પાર; જીહો ધનદ સમો દાનેસરી, જીતો ઈહણ જન આધાર. ૪૦ વિવેકી, જીહો તસ પટરાણી મૂલગી, જીયો સુલસા સુલલિત ચિત્તિ; જીયો સીલગુણે સીતા સતી, જીયો નિજ પતિની કરિ ભત્તિ ૪૧ વિવેકી, જીહો પૂરવ પુન્યતણાં ફલઈ, જીહો ઘરિ કુલવંતી નારિ; જીહો એક લહઈ વલી સુખિની, જીયો કો ન ચડિ ઘરબારી. ૪૨ વિવેકી,
યત:
कुग्रामवासः कुनरेन्द्रसेवा, कुभोजनं क्रोधमुखा च भार्या । कन्या बहुश्च सुदरिद्रता च, षड्जीवलोके नरकाः भवन्ति ।।
૧. કાન્તિ. ૨. નિયમ. ૩. સંખ્યા. ૪. પ્રથમ. ૫. ભક્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org