SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ 330 લલિતકીર્તિજી કૃતા امی ع به و દૂહાઃ કમર તિહાં મનિ ચિંતવઈ, “નારિચરિત અપાર; સુરગુરુ આપમતિ કહઈ, તો હી ન લાભઈ પાર. ગંગા-વેલુ-જલધિ, જલ, તારાનો પરિમાણ; બુદ્ધિમંત જાણઈ કદા, નારિચરિત અયાણ. જો મન માનઈ આપણો, રોવઈ વલિ રોવંતિ; કુટ-કપટ જંપઈ બહુત, ફૂટપણઈ વિસખંતિ. ઇસુ ખંડ સાકર જિસી, "રાતી નારિ વિચારિ; વિરત નિબોલી સમી, નારિ કહી સંસાર. સુરીલંતા દેખો , ચુલની પ્રમુખ ચરિત્ત; ઉઘડનો કહિવો કિશું?, ખિણમાહિ હોઈ વિરત્ત. જે સુરા જે પંડીયા, જે ગિરુયા ગુણધાર; તે નર નારિ નમાવીયા, જે નર બાવનવીર'. ઢાલઃ ૧૭, મદન મઈ વાસો ઉમાહવા માંડીયોરે- એકની. ઈમ તે કુમાર વિમાસી ચિતમહિ ચિંતવઈ રે, “ધિગ-વિગ મુઝ અનાણ; નિરમલ કુલ મઈ માઇલો કીયો રે, કિમ લહિય જગ માન?. ૧ ઇમ. અપજસ ઈહાં અંગી કીયો રે, માંહિ કો ન સંવાદ; ઈણિ ભવિ પરભવિ જીવને રે, ‘વિનડઈ પાપી પ્રમાદ. ૨ ઇમ આસુ આભાની પરિ સહ મિલ્યા રે, પ્રેમ-રાગ વલિ જાણિઃ વિષય વિગોવઈ પગિ-પગ જીવનઈ રે, કરે યોવનની હાણિ. ૩ ઈમ. نمی ૧. બૃહસ્પતિ. ૨. પોતે બુદ્ધિથી. ૩. રોવડાવે. ૪. રક્ત=રાગી. ૫. પાઠામંડીયા. ૬. ગરવા, ઉત્તમ. ૭. શંકા, પાઠા. સવાદ, ૮. કનડે. ૯. પાઠા આતાની. ૧૦. પાઠા આણિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy