________________
અગડદત્ત રાસા
329
સયણ! સુણો” કહઈ કામિની, “હું મારસિ તુક્ઝ હજુર રે; વેગિ દીવો બુઝાવીયો, બોલ્યા રહ્યાં બેઉ કૂર કરે રે. તેહવઇ કુમર પધારીયા, આગિ લેઈ બોલઈ મીઠ રે; “દેઉલમાહિ કિહાં થકી, ઉદ્યોત હુઉ? મઈ દીઠ રે”. નારિ કહઈ “પયુ! સાંભલો, બલતો હુતવડ તુમ પાણિ રે; ઉદ્યોત હુઉ તે ઈહાં હસ્યાં, તેહનો નિશ્ચય જાણ રે”. ખડગ દે નારિ કરઈ, કુંકઈ હુતવહ સુકુમાલ રે; તેહવઈ તેહિ જ પાપણી, 'વાઈ ગરદણિ કરવાલ રે. વાંસઈ આઈ ધકો દીયો, કરુણા આણી લઘુ ભાઈ રે; તસુ હાથથકી તે ગિર પડી, તરવાર ભુમિતલ લાઈ રે. નારિચરિત સાંભલી, લઘુભાઈ પાસિ મહંત રે; વયરાગ સઈ તે ઝીલતા, આયા મુજ પાસિ એકંત રે. લલિતકીરતિ કહઈ સાંભલો, એહનઈ વધસ્યાં વયરાગ રે; નૃપનંદન ચિત ચિંતવઈ, “ધિગ-ધિગ મહિલાનો રાગ રે'.
૧. સજન. ૨. પાઠા, વાલ્યા. ૩. હાથમાં. ૪. ચલાવી. ૫. પાઠાબાલ. ૬.પાછડથી ૭. સર્વે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org