________________
અગડદત્ત રાસ
327
દૂહીઃ
ચરણ-કમલ પ્રણમી કરી, અવસર જાણ કુમાર; નિજ સંસય ભંજન ભણી, પ્રસન કરઈ ઈક સાર.
પૂજ્ય! કહો તુમે મો ભણી, કુણ એ પુરુષ રતન?; દીક્ષા માંગઈ તુમ્હ કઇ, પંચવિ એકઈ મન. એ પંચઈ પાંડવ સમા, રૂપવંત બલવંત;
ભવના દુખથી ઉભગા, કિણ કારણ? કહિ સંત!'. ઢાલઃ ૧૬, ચુનડી. (રાગ-ગોડી]
‘દેવાણુપ્રિય! ભાવસુ, એક ચિતઈ એકઈ તાણ રે; એ વાત બહુ અછઈ, સુણતાં હોઈ ઊંચા કાન રે. ગુરુરાજ કહઈ “વછ! સાંભલઉં, સુણતા વાધઈ વયરાગ રે; ઉતમ નર જે હુંવઈ, મુંકી રમણીનો રાગ રે. ઈણિ મંડલમાંહિ જાણિયઈ, ચમરી નામ વર પાલિ રે; ધરણીધર તેહનઈ ભીલ-નાયક પાલઈ ભાલિ રે. અન્ય દિવસ તિહાં આવીયો, ઇક અદભુત રાજકુમાર રે; હય-ગ-રથ પાયક પરિવર્યો, સુભટામાહિ સિરદાર રે. તે માહો-માહિ ઝૂઝતા થકા, બિહુની તબ ભાગી સેણ રે;
અંકતુલતણી પરઇ, નાઠા સગલા ભટ એણ રે. "બેઉ સાહુ ઝૂઝતા, નવિ કોઈ ભાઈ જામ રે; કુમારઈ સિણગારી નારી, કીધ આગલિ તામ રે.
૧. પ્રશ્ન. ૨. પાઠા, પૂજ. ૩. પલ્લી. ૪. આંકડાની જેમ. ૫. પાઠાબેકલ. ૬. સામ-સામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org