________________
અગડદત રાસ
325
સબદ સુણિ તબ તેહુ, કુમર કોપઈ ચડ્યા, રમણી કહિ “અતિરાગ, વસઈ કરથી પડ્યા'; "સરલ-હિયા નૃપનંદ, રમઈ તિણનું મિલી, આગિ જલાઈ તામ, પ્રકાશ થયા વલી. હિવ હુયા પરભાત, કુમર પુગી રિલી, "છોટી-ખોટી નારિથકી વેસ્યા ભલી; ઉઠો “મોહનલિ!, ચલો ઘરિ હે સખી!' એ પરતખિ વિષવેલિ, અમૃતવલી લખી. આયા દોઉ તામ, તિહાંથી મંદિરઈ, લીલ કરઈ દિન-રાતિ, સુરેંદૂતણી પરઈ; મદનમંજરી ટાલી, ન દુજી કા ભજઈ, રાગી દેખત અંધ, ભલી સંગતિ તજઈ.
અનિ દિવસ સિરદાર, સઉદાગર કે તિહાં, આવી “ડેરા દીધ, હરી જ લહઈ જિહા; લીલા-લહરિ કુમાર, આયા તિહાં ઉમહી, જોઈ તુરંગ પ્રધાન, પ્રીતિ ચિત ગહગહી. લેઈ સીખ કુમાર, અસવાર ભયો તદા, ૧૭ઈતઊત ફેરઈ તુરંગ, ન દીઠો તિણિ કદા; જિલ-જિઉ તાણિઈ તીણ, લગામ તુરંગતણિ, તિઉ-તિલ દોડ્યા જાઈ, કાર તિણિ અવગિણી. બહુ તાપસ જિહા ધ્યાન, મૌન લીણા સહી, દેખતા ખિણમાહિ, ગયા ગહનઈ વહી; વક્ર ૫શિખ્યિની “વાત, ન તિણકું તિણિ કહી, છોડ્યા તામ લગામ, ભાવઈ “જાઉ કહી?'
૧. સરલહૃદયવાળો. ૨. થઇ. ૩. હોં. ૪. મલિન. ૫. મોહી લેનાર વેલડી સમી. ૬. પ્રત્યક્ષ. ૭. સમજી. ૮. અન્ય. ૯. તંબુ તાણ્યા. ૧૦. ઘોડા. ૧૧ શ્રેષ્ઠ, જાતિવંત. ૧૨. શિક્ષા. ૧૩. આમ-તેમ, પાઠાઈતોત. ૧૪. લગામ. ૧૫. શિક્ષિતની. ૧૬. પાઠા, વાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org