________________
અગડદત્ત રાસ
321
દુહીઃ
ઈણિ અવસર પરગટ થયા, સુખીયા નયણાનંદ; માસ વસંત સુહામણો, વિરહીનઈ દુખકંદ. પાન-ફલ- પરિમલ બહુત, ભમર કરઈ ગુંજાર;
કામનૃપતિ “સુતા થકા, વાજઈ નોબતિ બાર. ઢાલઃ ૧૪, રામચંદ્રકે બાગ- એહની (રાગ - ગોડી]
આયો માસ વસંત, અંબ-કદંબ ભલા રી, અગર-તગર-સહકાર-સાલરિ તરુ બહુલા રી; નાગ-પુનાગ-નારિંગ-નિંબુ જાતિ બહુ રી, કેલિ-વેલિ સુખકેલિ, ફુલ્યા ઝાડ સહુ રી. મહકઈ "પરિમલ સાર, ભમર ગુંજાર કરઈ રી, આંબા-માંજરિ સોર, કોકિલ મધુર સરઇ રી; બોલબ-ખોલઈ સાદ, નાદ મૃદંગ બજઈ રી, છયેલ-છબીલા લોક, નાચઇ નૃત્ત સજઈ રી. વિણ-મૃદંગ-ઉવંગ, તાલ કંસાલ ભલા રી, બાજઇ- ગાજઇ ચંગ, ‘નાદ વિનોદ કલા રી; લાલ ગુલાલ અબિલ, માહોમાહિ ભરઈ રી, ખેલઈ ફાગ વસંત, વારુ વેસ ધરઈ રી. લેઈ સવિ પરિવાર, સુંદર રાજ ચઢ્યો રી, ક્રીડાકરણ ઉદાર, સાથઈ મંત્રિ ચડ્યો રી; આવઈ ૧૧વનાહ મઝારિ, સુંદર વેસ સજી રી, બહુ નારિ લે સાથિ, ખેલઈ લાજ તજી રી.
૧. પાઠાફલ. ૨. સુતા હતા (તેથી તેમને જગાડવા). ૩. દ્વાર. ૪. પાઠારહુ. ૫. પાઠાપિમલ. ૬. સ્વરે. ૭. કાસલા, મંજીરા. ૮. પાઠાબોલઈ આઉં હલે. ૯, વસંત ઋતુમાં ગવાતું ગીત. ૧૦. ચારુ, સુંદર. ૧૧. પાઠા, દનહ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org