________________
320
લલિતકીર્તિજી કૃતા
મધુર મધુર સરઈ વાજાં દુંદુભી જી, બાજઈ જંગા ઢોલો; ભુગલ ભુગલ નફેરી ચહ-ચહ વાજઈ જી, તંતી તાલ અમોલ. ૮ કુમર૦ ખલક ખલક પહેલાં હલકી જોઈવા જી, જિહાં છઈ અનુપમ રાજકુમાર; સુંદર સુંદર પ્રમુખ સહુ કો આવીયા જી, મિલીયા હરખ અપાર. ૯ કુમર૦ કુમરઈ કુમરઈ તાત-ચરણ ગ્રહ્યા છે, ચુંબઈ મસ્તક બાપ; હિયડો હિયડો હિયડા સેતી ભીડ્યો જી, નંદઈ આપોઆપ. ૧૦ કુમર૦ અનુકમિ અનુક્રમ હાથી ઉપર ગહકતો જી, મસ્તક ઉપર છત્ર; ચામર ચામર વીંજાવઈ રાજ ચિહું દિસઈ જી, વાજઈ કોડિ વાજિંત્ર. ૧૧ કુમર૦ નિજઘરિ નિજઘરિ આયો નંદન લાડિલો જી, પ્રણમાં જનની પાય; નયન નયન વદન-તન-મન ઉલસ્યા જી, આણંદ અંગિ ન માય. ૧૨ કુમાર તુરિત તુરિત વહુ સહુ સાસુતણા જી, પ્રણમાં પાય અરવિંદ; વહુઆ! વહુઆ થાજ્યો પુત્રવતી તુમ્હ જી’, ‘દેઈ આસીસ આણંદ. ૧૩ કુમાર ભોજન ભોજન કીધાં પછઈ પુછીયો જી, બાપઈ સહુ “વિરતંત; કુમાઈ કુમરજી મુલથકી સહું કહ્યઉ જી, ભાંગી મનની ભ્રાંતિ. ૧૪ કુમાર લલિત લલિતકિરતિ કહઈ “સાંભલો જી, પુણ્યઈ લીલ-વિલાસ; કુમર કુમર સુખઈ લીલા ભોગવઈ જી, સહુની પહુતી આસ. ૧૫ કુમર૦
IITTE]
૧. સ્વરે, પાઠારસઈ. ૨. પાઠા, જાંગી. ૩. એક જાતનું વાદ્ય. ૪. વીણા, પાઠા, વાજઈ. ૫. આનંદથી. ૬. સાથે. ૭. પાઠાજાનઘરિ-જાનવરિ. ૮. પાઠાવ આવો. ૯. પાઠાતે ઈ. ૧૦. વૃત્તાંત. ૧૧. પાઠાકહાઉ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org