________________
અગડદત્ત રાસા
319
દૂહાઃ
સામંતાદિક તેહના, આયા લે પરિવાર; રાજકુમરથી બીહતા, ન કરઈ તામ જુહાર. કુમાઈ તેહ બુલાવીયા, આવી કરઈ પ્રણામ; મોટાનાં પ્રણમ્યા પછઇ, રીસ ઉતરઈ તામ.
ઢાલઃ ૧૩, સોહલાની, દુલ કેશવ દુલહણિ રાધિકાજી- એ દેશી.
પુરુષ પુરુષ વધાઈ દેવા દોડીયો જી, પહિલો કરી જુહાર; નરવર નરવર આગલિ એહવો વીનવઈ , મનમાહે હરિખ અપાર. ૧ કુમ કુમર રાજેસર! આજ પધારીયા જી, રિદ્ધિ ઇંદ્ર સમાન; સુંદર સુંદર સોભાગી મહિયલ દીપતો જી, જોવો પુન્ય પ્રમાણ'. ૨ કુમાર સુતનઈ સુતનઈ આગમિ રાજા હરખીયો જી, તેહનઈ આપઈ દાન; તુરિત તુરિત નિહાલ કીયો જીવિત લગઈ જી, દીધો બહુ સનમાન. ૩ કુમર૦ સુંદર સુંદર નૃપતિ ચિતમાં ગહગહ્યો છે, તેડ્યા સેવક થાટ; નગર નગર બુહાર સેરી સુધ કરો જી, સણિગારો સવિ હાટ' ૪ કુમર૦ ગયવર ગયવર સુંદર સીસ સિંદુરિયા જી, કીધા તુરંગ સિંગાર; રકવર થવર ઉપરિ ગુડી લહ-લહઈ જી, નવ-નવ રંગ અપાર. પ કુમાર કલસ કલસ મનોહર સિરિ લ્યુઇ પદમિની જી, કરિ સિંગાર “ઉદાર; ધવલ ધવલ-મંગલ ગાવઈ ગોરડી જી, “જીવો રાજકુમાર!'. નવ-નવ રંગઈ નેજા ફરહર જી, જેઠી રમઈ ઉદાર; પગિ-પગિ નાટક નટુયા વિલિ કરઈ છે, ઉછવ બહુ વિસ્તાર. ૭ કુમર૦
૧. પાઠા, પુસખર-પુસખર. ૨. ન્યાલ. ૩. લગી, સુધી. ૪. પાઠા, રથાટ. ૫. બુવારો સાફ કરો. ૬. નાની ઘજા=પતાકા. ૭. પાઠાઠ અગ્યાર. ૮. પ્રકાર. ૯. ધ્વજ. ૧૦. મોટા મલ્લ. ૧૧. વળી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org