________________
308
લલિતકીર્તિજી કૃત
દૂહાઃ
અન્યદીવસ ઉંટી ચડ્યા, આયા નર દોઈ જાણ; કુમર ભુવનમાહિ ગયા, છડીયા ઘઈ સનમાન. દીઠા કુમરાઈ તતખિણઈ, મલિયા અંગો-અંગ; રાજલોક વિસમાં પડ્યો, ‘કુણ હેતુ ઈહા ચંગ?” પૂછઈ માત-પિતા ભણી, કુસલખેમની વાત; તે જણ બેઉ ઇમ કહઈ, “સુણિ તું ભવન વિખ્યાત. કુસલખેમ સહુનાં અછાં, નિતુ ચીંતારઈ તાત;
કુમર! વિયોગઇ તાહરઈ, નૂરઈ સુલસા માત. ઢાલ ૯, વિમલજિન માહરઈ તુમહસું પ્રીતિ-એ દેશી.
જિણ દિણથી તુ વિડ્યો , ખબર ન લાધી કાય; રાતિ દિવસ અલજો કરઈ જી, સુલસારાણી માત. “મોરા નંદન! તુઝ વિણ ઘડી ય ન જાય; હિવ વચ્છ! વડિલો આવીજ્ય જી, જિમ મુઝ આણંદ થાય”. ૨ મોરા નંદન, રોઈ-રોઈ અતિ ઘણો જી, આંખિ ગમાઈ માત; તુઝ દરસણ “તુસઈ કરી જી, નિરમલ થાઈસઈ જાત. ૩ મોરા નંદન, રયણકરંડ તણી પરઈ જી, ઈષ્ટ કંત સુખકાર; નંદન “ચંદન સારિખો જી, “તપતિ બુઝાવણ હાર. ૪ મોરા નંદન, જીવન-પ્રાણ ગયા પછઈ જી, સુખ ન પામ્યો અલગાર; ઉપજાવઈ સુખ મા ભણી જી, પુત્રરતન "સીર [દાર. ૫ મોરા નંદન,
૧. છડીદારને. ૨. પાઠા. તિણ. ૩. ચિંતારત. ૪. પાઠાધીરજ જીવ ધરઈ નહી જી એહની. ૫. વિખુટો પડ્યો. ૬. આતુરતા. ૭. પાઠા, પુત્રજી. ૮. પાઠાઠ માઈ. ૯. સંતોષથી. ૧૦. થશે. ૧૧. પાઠાવંદન. ૧૨. તાપ=આગ. ૧૩. પાઠ૦ ઈણ. ૧૪. પાઠા. લિસાર. ૧૫. પાઠા. સંસાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org