________________
અગડદત્ત રાસ
301
આથઈ આદર પામીયઈ રે લાલ, નારી માનઈ આણ મેરા; આથિ વિહુણા માણસા રે લાલ, જિહાં જાઈ તિહાં ‘રાણ મેરા.. ૩ પુણ્ય દોકડા થોકડા રોકડા રે લાલ, થાએ બોકડા લોક મેરા; જાતિ વિદ્યા ગુણ જઉં ભલા રે લાલ, માલ વિણા સવિ ફોક મેરા. ૪ પુણ્ય તેહવઈ સૂરિજ આથમ્યઉરે લાલ, પુણ્યતણઉ ભંડાર મેરા; અંધકાર પ્રકટઉ થયઉ રે લાલ, ચોર-જાર આધાર મેરા. પ પુણ્ય ખડગ કાઢિ હાથઈ લીયો રે લાલ, વિજલી જિમ ઝબકાર મેરા; તેમની સાથઈ લે કરી રે લાલ, આવઈ નગર મઝારિ મેરા. ૬ પુણ્ય કુમર વલી ચિત ચીંતવઈ રે લાલ, “એહનો કવણ વેસાસ? મેરા; સાવધાન રહતા થકારે લાલ, પૂજઈ મનની આસ. મેરા. ૭ પુણ્ય કોઈક ધનપતિનઈ ઘરે રે લાલ, રાતઈ દીધઉ ખાત મેરા; પાપતણા ફલ પામિસ્યઈ રે લાલ, તે પાપી પરભાત મેરા. ૮ પુણ્ય મણિ-માણિક-મોતીતણી રે લાલ, બાંધી પોટક ઠોર મેરા; બેઉ માથઈ લેઈ કરી રે લાલ, આગલિ ચાલઈ ચોર મેરા. ૯ પુણ્ય તેહવઈ કુમરઈ ચીંતવ્યઉ રે લાલ, “મારુ ખડગ નિકાસિ મેરા; ઉત્તમનઈ જુગતી નહી રે લાલ, જે મારઈ વેસાસિ મેરા. ૧૦ પુણ્ય ચોર નામ જાઈ કરી રે લાલ, દેખું કેટલો માલ મેરા; કેહનઈ કારણિ એ મુસઈ રે લાલ, સકલ નગર સુવિસાલ મેરા.૧૧ પુણ્ય તે બેઉ ભારઈ ભર્યા રે લાલ, ‘હલુઈ હલુઈ જાત મેરા; વનમાહિ પહુતા ‘બિન્ડે રે લોલ, જોવઈ મારણ ઘાત મેરાઇ. ૧૨ પુણ્ય “છલઘાતી પાપી ભણઈ રે લાલ, “પુત્ર! સુણિ મોરી વાત મેરા; રાતિ ઘણી સોઈ રહા રે લાલ, ઈણિ સિતલ ઉદ્યાન' મેરાઇ. ૧૩ પુણ્ય
૧. પાઠાઆઘઈ. ૨. જંગલ. ૩. પૂગે=પૂર્ણથાય. ૪. ખાતર. ૫. પાઠાઠ ઠામ. ૬. પાઠાઠ કાલ. ૭ પાઠાઠ કામઈ. ૮. પાઠીહલુવરઈ. ૯. બન્ને, પાઠીવિને. ૧૦. પાઠાછલથી તી. ૧૧. પાઠા, વાણિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org