________________
298
લલિતકીર્તિજી કૃત
ઢાલઃ૫, રાગ-મારુ, વાલરે સવાયી વયર હું માહરલ-અદેશી.
કર જોડીનઈ કુમરઈ વીનવ્યઓ જી, “રાજ! સુણ અરદાસ; ચોરતણો નિગ્રહ જો હું કરું જી, તકે મુઝ દેજ્યો સાબાસિ'. સાહસિયાં સિરદાર કુમાર ઈસ્યો કહઈ જી, “સાતા દિવસોમાહિ;
અગિનિમાહિ વલિ નહિતરિ હું બલું છે, જો નવિ આણુ સાહિ'. ૨ સાહસિયાં. કુમર પ્રતિજ્ઞા રાજા ઈમ સાંભલી જી, ચિત ચમક્યઉ અસમાન; ‘વારુ કરમ જમતિ કરઈ જી, કરિ જ્યો કામ પ્રમાણ', ૩ સાહસિયાં રાજકુમાર હિર તિહાંથી ઊઠીયલ જી, પ્રણમી નરવર પાય; ચોરતણા અમિઠાણ જિકે , જોતા રાતિ વિહાય. ૪ સાહસિયાં. યતઃ वेसाण मन्दिरेसु य, पाणागारेसु बूयठाणेसु। फल्लरिया वणेसु य, उज्जाण निवाणसालासु।।१।। ઈમ કરતા દિન છઠઉ થયો છે, તઉહી ચોર ન સુદ્ધ; સત્તમ દિણ ચિત ચિંતા કરઈ , “મઈ કીધો ઉંધ “મુંધ'. પ સાહસિયાં કુમર ચિંતાતુર ચિતમાહિ ચિંતવઈ જી, “ઈહાથી જાવું વિદેસ; બાપ સમીપઈ મોનઈ જાવતા જી, જાયઈ સયલ કિલેસ. ૬ સાહસિયાં અથવા મદનમંજરી હું લેઈ કરી જી, જાઉ વન મઝારિ; અથવા વિસ ભક્ષણ વલિ હુ કરુ” જી ચિંતાતુર એ પ્રકાર. ૭ સાહસિયાં. ઉત્તમ કુલના જે નર ઊપના જી, તિહનઈ જુગત નહિ એહ; નિજ જીલઈ વલિ જે મઈ ઉચર્યઉ જી, કરિવ્યો જિમ-તિમ તેહ.૮ સાહસિયાં. સિરિ છેદક વિલિ બંધણમઈ પડો જી, જીવો લાછિ અછે; ધીર વચન કિમ જગિ મઈ ચાતરઈ? જી, જિમ પરબતની રેહ. ૯ સાહસિયાં
૧. પાઠા. ચોરતણઉ દંડ નહીતર મો ભણી રે. ૨. પકડી. ૩. પાઠા. તિકેર. ૪. ભાળ. ૫. પાઠા, ઝંધ. ૬. પાઠા. ધરૂ. ૭. લક્ષ્મી. ૮. પાઠાઅચ્છ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org