SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 297 દૂહાઃ ઓઝઉ કહઈ “નૃપ! સાંભલઉં, એ ઉત્તમની રીતિ; આપ મુખઈ ગુણ આપણા, ન કહઈ કો એ નીતિ. મઈ તી પહિલો ભાખીયલ, કુદરતણી વિરતંત; વલે સાંભળતા લાભ છઈ, ગિરુઆના ગુણ સંત'. ભુવનપાલ રાજા પ્રમુખ, ઓઝાદિક પરિવાર; કુમરાણા ગુણ ગાવતા, બઠા સભા મઝારિ. સકલ લોક નગરીતણ૯, પંચ મિલી તિણિવાર; આયા તિહાં કિણ કારણઈ?, કરતા ગાઢ પુકાર. ભેટ ભલી બહુમોલ બહુ, નૃપનઈ આપઈ પંચ; રાજ! ઈહાં રવિાતણઉ, મ્હારઈ નહિ કો સંચ. ધનદતણી પરિ માહરઈ, હુંતા સગલો થોક; ચોરઈ મુસીયઉ નગર સહુ, તિણિ થયો નિરધન લોક'. રલીયાયત રાજા કહઈ, “કુમર! સંગ્રહઓ ભેટ; લાડ-કોડ પૂરલ તુહે, ભાવ વિપરહિ મેટિ’. નગર તલાર ભણી તિહાં, હાકોટઈ નર રાજ; કિઉ રે! એકે ચોરટે, નગર મુસિઉ સહુ આજ?.” સિરિ નામી સો ઈમ કહઈ, “રાજ! વચન જિમ કાથ; તંત્ર-મંત્ર વિદ્યાનિલઉં, ચોર નહી મુઝ હાથ'. તેહવઈ કુમરઈ વીનવ્યઉં, દેલ આદેસ નરેસ; ચોરતણઉ નિગ્રહ કરી, ટાલુ સયલ કિલેસ'. ૧. પાઠાબેઠ. ૨. દ્વારપાળ. ૩. લુચ્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy