________________
292
લલિતકીર્તિજી કૃત વાડી પાસઈ ટૂકડો રે લાલ, નગરસેઠિ આવાસ વડભાગી રે; ગઉખ વિરાજઈ પાખલઈ રે લાલ, આવઈ પવન સુવાસ વડભાગી રે. ૫ સેઠસુતા ઊંચી ચઢી રે લાલ, મદનમંજરી નામ વડભાગી રે; દેખિ કુમર “ભણતો તિહાં રે લાલ, નવયોવન અભિરામ વડભાગી રે. ૬ અન્યદિવસ સા મંજરી રે લાલ, આપ જણાવણ કાજ વડભાગી રે; તસુ આગિલિ કુસુમુ દેડી રે લાલ, નાખઈ મુકી લાજ વડભાગી રે. ૭ દિન પ્રતિ તરુણી ઈયું કરઈ રે લાલ, કુમર ન જોવઈ ભાલિ વડભાગી રે; કલારસિક ગુરુથી ડરઈ રે લાલ, લોભ વિદ્યાનો રસાલ વડભાગી રે. ૮ તરુણી નીચી ઊતરી રે લાલ, પગ નેફર ઝણકાર વડભાગી રે; સરસ કુસુમ ગુચ્છઈ કરી રે લાલ, વાસિ માર્યો કુમાર વડભાગી રે. ૯ કુમારઈ દીઠી દોડતી રે લાલ, તિણિ દિન સા અભિરામ વડભાગી રે; અસોકો વૃક્ષ પુઠઈ રહી રે લાલ, આપ જણાવઈ તામ વડભાગી રે ૧૦ અગડદત્ત ચિત ચિંતવઈ રે લાલ, “કિં એ અપછર નારિ? વડભાગી રે; "કિં કમલા? એ કામિની રે લોલ, કિં સરસતિ અવતાર?' વડભાગી રે. ૧૧ તરુણી દરસન મોહીયો રે લાલ, પુછઈ કુમર સુજાણ વડભાગી રે; ‘કિણી કારણિ તું બહાં રહઈ? રે લાલ, એવો રુપ પ્રધાન વડભાગી રે. ૧૨ સુણિ સુંદરી! તુ કઉણ છઈ? રે લાલ, કઉણ પિતા? કુણ માત? વડભાગી રે; કાંઈ સંતાવઈ મોહનઈ રે લાલ? કહ તુ સુધી વાત’ વડભાગી રે. ૧૩ કુમરવચન સુણિ નારિનઈ રે લાલ, ‘બિમણી વાધ્યો ને વડભાગી રે; “રોમહરી વિકસી થઈ રે લાલ, વચન સુધારસ મેહ વડભાગી રે ૧૪ હસતમુખી સુમુખી કહઈ રે લાલ, “બંધુદત મુઝ બાપ વડભાગી રે; મદનમંજરી હું સુતા રે લાલ, ઈણિ પુર પરણી આપ વડભાગી રે ૧૫
૧. પાઠાઠ ભણન. ૨. પાઠાડરે રહે. ૩. સુંદર. ૪. પોતાને. ૫. પાઠા, કિમુ. ૬. શ્રેષ્ઠ. ૭. પાઠા, મોભણી. ૮. વમણઉ=બમણો, પાઠાબિઉણ. ૯. રોમરાજી. ૧૦. પાઠાબઈ. ૧૧. પાઠાઇ ખુર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org