SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ 288 લલિતકીર્તિજી કૃતા ઢાલઃ ૧, રાગ-રામગિરિ. ભુમિ-રમણિગિલિ નવસર હાર, ઇંદ્રપુરી જાણે અવતાર; સકલ નગરમાહે “સિરદાર, સુંદર નગર સંખપુર સાર. ન્યાયઈ રામચંદ્ર અનુહાર, સકલ નૃપતિમાહિ સિરદાર; હાર-વિચઈ જિમ નાયક-મણી, તિહાં સુંદર નામઈ ભુધણી. તસુ પટરાણી ગુણઅભિરામ, સીલઈ સુલસા સુલસા નામ; પાપ-કરમ અલસા સુભમતી, જીવનપ્રાણ સમા જસવતી. જિમ ગિરિ-કંદર સિંહ-કિસોર, જિમ મોતી સીપોડી કોર; તસુ કુંબઈ લીધો અવતાર, કોઈક જીવ ભલો આચાર. અનુક્રમિ રાણી જાયો નંદ, માતા-પિતાનાં થયો આણંદ; ઉચ્છવ કરી બોલાયો બાલ, નામઈ અગડદત સુકમાલ. બીજતણો જિમ વાધઈ ચંદ, તિમ તે વાધઈ સુંદર-નંદ; યૌવનભર આયો જેહવઈ, કવણ વાત હુઈ તેહવઈ? સાતઈ વ્યસન રહઈ જસુ પાસ, દયા-ધરમનો નહી અભ્યાસ; ગાવઈ ગીત રમઈ ઉલાસ, ગલિયામાંહિ દીવાવઈ રાસ. સેરી-સેરી તે સંચરઈ, વિટ-નટ “સેતી સંગતિ કરઈ; ઉત્તમ જનથી ડરતો રહઈ, સુંદર મારગ નવિ “સરદહઈ. ઈક નંદન ચંદનની પરઈ, સગલ નિજ-કુલ સુરભિત કરઈ; ઈક બાલક બાલક જિમ જાણિ, કુલ-ખય-કારક અવગુણ-ખાણિ. નગરનારિ સંતાપી ઘણી, તિણ પુકાર થઈ તસણી; અજી લગઈ નિજ નયર મઝાર, રમઈ કુમર લહઈ સુખ અપાર. વ્યસનતણા ફલ દેખિ વિચાર, વ્યસન તજઉ સેવા આચાર; રામગિરિમઈ એ પહલી ઢાલ, લલિતકીરતિ કહઈ વચન રસાલ. ૧૦ ૧. પાઠા, સિણગાર. ૨. રાજા. ૩. ગુફામાં. ૪. હલકા માણસો. ૫. સાથે. ૬. પાઠાસરદઈ. ૭. સમગ્ર. ૮. પાઠા પરિ. ૯. પાઠા જિજ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy