________________
13
શ્રી અગડદત્ત રાસમાલા જેમ માખીઓ ગોળ અથવા મધને ઘેરી વળે, તેમ સેવકો ઉપાધ્યાયને ઘેરી વળ્યા છે.
નીદ્રા નયનથી ઉડી ગઈ રે, જિમ પારઉ વન્તિ યોગી રે'. ૬૭
અગ્નિના સંયોગથી જેમ પારો ઉડી જાય, તેમ તારા (કુમારના) દર્શનના સંયોગથી મારી (મદનમંજરીની) નિદ્રા ઉડી ગઈ છે.
આઈ પડ્યઉ તસુ બલ દૂરી, કીધી કુમરની સેના ચૂરી; જિમ નેરિત પવનઈ ઘનવૃંદ ચહું દિસિ ખેરું કરીયઈ અસંદ.”
૨૨૦ જેમ નૈઋત્ય દિશાના પવનો મેઘઘટાને વિખેરી નાખે છે. તેમ ભિલસેનાએ અગડદત્તની સેનાને વિખેરી નાખી. પીર નરાચ્યું ભૂપતિ, તારાગણિ જિમ ચંદરે
૨૮૭ તારા-ગણથી પરિવરેલા ચંદ્રની જેમ રાજા નગરજનથી પરીવર્યો છે. રૂપકઃ “હૃદય-સિંહાસણ” ૨૪, “માયણ-મહાજલણ’ ૭૪,
“ચરિત-સિંધુ ૧૨૧ વગેરે. ઉતૈશાઃ “સૌમ્યતાઅઈ જાણે હિમધામ, ઉગ્રતાઅઈ કરી સ્ય ઉગ્ર ધામ'. ૨૦
સુંદર રાજા (સ્વજન-પ્રજાજન માટે) એટલા બધા સૌમ્ય છે કે જાણે હિમધામ (= ચંદ્ર) છે. અને (દ્રોહી-શત્રુઓ માટે) ઉગ્ર પણ તેટલા જ છે કે જાણે ઉગ્રધામ (= સૂર્ય) છે.
કુમર તિણ દિન બાલિકા, ઉવાદીઠી મધુતઈ મીઠી રે; કામદેવ રાજાણી, તેડિવા આવી ચું ચીઠી રે.”
પ૭ અગડદર કુમારે તે દિવસે ગોખે બેઠેલી બાલિકા (મદનમંજરી)ને જોઈ અને એને લાગ્યું કે જાણે કામદેવ રાજાએ મને તેડવા માટે ચીઠ્ઠી મોકલી છે.
નિજ પ્રીયા દેખત હસ્તિખંધથી અવતરિ ચરિયલ; રહ ઉપરી નૃપસૂનું મ્યું ગિરિ હરિ સંચરીયલ.'
૨૬૭ અગડદત હસ્તિ-બંધથી ઉતરીને રથ પર ચડ્યો. જાણે પર્વત પર સિંહ ચડ્યો. અતિશયોતિઃ “સોમપણઉ દેખી શસી લાઈ’ ૧૦૦
સૌધ-શિખરે ચડીને રાજા અગડદત્તને જુએ છે ત્યારે કવિ એવી કલ્પના કરે છે કે-“અગડદત્તની સૌમ્યતા જોઈને ચંદ્ર પણ શરમાઈ ગયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org