________________
12
25
माया अलि लोहो, मूढत्तं साहसं असोयत्तं । निस्संसया तहच्चिय, महिलाण सहावया दोसा ।। માયા લોભ અલીકતા, મૂઢતા સાહસ દુખકાર રે. અશુચિપણઉ નિર્દયપણઉ, મહિલાના સ્વભાવ દોષ રે;
પ્રથમ ૯ દુહાથી શરૂઆત કરીને કુલ ૩૦ દેશીમાં આ રાસની રચના થઈ છે. આ કૃતિમાં બે અવાંતર દ્રાંતો ગુંથવામાં આવ્યા છે. (૧) વિક્રમ - રાજાના ઈક્ષુવાડનું, (કડી ૧૨-૧૯) જે રાજાની કૃપામય દ્રષ્ટિ અને ક્રૂરતાભરી દ્રષ્ટિના વિષયમાં છે. અને (૨) બે વિપ્રનું, (કડી ૩૧૮-૩૧૯) જે અવસરને ઓળખીને બોલવાના વિષયમાં છે.
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
એ સમયમાં વપરાતી કહેવતોને કવિશ્રીએ આ રાસમાં સારા પ્રમાણમાં વણી લીધી છે. જેમ કે(૧) ‘લીલ ન હૂઈ પુણ્ય પાખઈ રે’. ૪૩ - પુણ્ય વિના કોઈ લીલા હોતી નથી.
હાથના કંકણ જોવા કોઈ આરીસા
(૨) ‘કર કંકણ દેખણ ભણી કુણ આરીસઉ લઈ ધાઈ રે’ ૬૧ પાસે ન જાય, હાથ કંકણને આરસીની જરૂર ન હોય.
(૩) ‘ડાહા દેખઈ દાવ’ ૧૫૦
ડાહ્યો માણસ એ જ જે અવસર જૂએ.
(૪) ‘ક્ષુદ્ર પ્રવર્તઈ છીદ્રકું જોઈ’ ૩૦૮
ક્ષુદ્ર હોય તે છીદ્ર જોઈને વર્તે.
(૫) જવ દેવ વક્ર હોવઈ દીયઈ દુર્મતિ ઘણી’ ૨૪૬ જ્યારે ભાગ્ય જ માઠુ હોય ત્યારે દુર્બુદ્ધિ જ સુઝે.
-
-
Jain Education International
૧૭૮
-
કડી ૭૫થી ૭૯માં કવિએ ૧૦ કામ અવસ્થાઓ દર્શાવી છે. જેનું વર્ણન રામાયણ અને મહાભારતમાં છે-એવું કવિ પોતે જણાવે છે. જો કે ઉત્તરાધ્યયનની શાન્તિસૂરિજીની ટીકામાં પણ ગાથા ૪૧થી ૪૫માં પણ આ કામ અવસ્થાનો નામ-નિર્દેશ છે.
કડી ૨૧માં ‘રાજા’ શબ્દની સરસ વ્યુત્પતી આપી છે. -‘પ્રજ રંજવઈ જે રાજ કહાઈ’=પ્રજાને રાજી રાખે તે રાજા.
અલંકારની દ્રષ્ટિએ પણ પ્રસ્તુત રાસ સમૃદ્ધ છે. યમક, અનુપ્રાસ વગેરે શબ્દાલંકારો અને ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અતિશયોક્તિ, દ્રષ્ટાંત વગેરે અર્થાલંકારો સ-રસ પ્રયોજાયા છે. કેટલાક ઉદાહરણયમક : ‘પર રમણી રમણીય તે માનઈ’ ૨૬ ‘યૌવન વનમાંહી પયઠઉ' ૨૪ નયરલોય – લોયણ – સુખકર’. ૯૮
ઉપમા : ‘માખી એ ગુલ અથવા મધુ છાતઉ, તિમ ચાકર નરે સાહિબ- જાતઉ’. ૩૬
For Personal & Private Use Only
www.jainelibrary.org