________________
અગડદત્ત રાસ
261
સંભલિ હરખ-રોમંચિત-દેહા, વલી નિજ જન ત્યજિ નિજ ગેહા; એ એ કામિની કઈસી લીલા?, લાગઈ બીજા સહુએઈ કીલા. ૨૧૬ આવી કુમર સમીપઈ ટૂકી, મયણમંજરિ ઇણ ઠામિ ન ચૂકી; રથ ઉપર ચરિ સુંદરિ “સિગ્ધ, વિલંબ રુપ નવિ હુવઈ જિમ વિશ્વ. ૨૧૭ વામ હત્યેિ ગંઠિ ગરુઈ રજૂ, તુરગ ચલાવઇવા કીધા સ; નગરીથી ચલિ નિજ ખંધારઈ, કુમર આવ્યઉ કુણ તેહનઈ વારઈ? ૨૧૮ તુરતિ પ્રયાણની ભરિ દિવાવી, સકલ સેન ચાલી તિણિ ધાવી; “અસ્કિન પ્રમાણે જિમ ગૃહ દેસ, ભુવનપાલ ભૂપાલની દેસ. ૨૧૯ લંધ્યઉ સ્વાપદ-શત-સંકીરણ, અરણ્યમાંહિ આવ્યા તે તિણ ખિણ; અતિ વિષમી જિહાં દ્રુમની રાજિ, ચલ્યઉ કુમાર તિહાં સેના સાજિ. ૨૨૦ સર્વ જનાનઈ આનંદ કારણિ, વર્ષારિતુ આઈ મનુહારણિ; જિતલઈ કુમર જાઈ વનમાહઈ, તિતલઈ ભિલસામિ તસુ રાહઈ. ૨૨૧ આઈ પડ્યઉ તસુ બલ દૂરિ, કીધી કુમરની સેના ચૂરિ; જિમ નૈરિત પવનઈ ઘનવૃંદ, ચેહું દિસિ ખેરું કરીયઈ અસંદ. ભાગી નિજ સેનાનઈ દેખિ, કુમર આવ્યઉ જિમ દિનકર અમેષિ; તપાવત શર નિવાઈ બલ ધરિ, રણ-મર્ઝાઈ કરિ-યૂથઈ જિમ હરિ. ૨૨૩ એક રહઈ રમણી સંઘાઈ, ભિલનઉ બલ ભાગઉ શર-ઘાતઈ; અન્ય-અન્ય દિસિ તેહ પલાણઉં, ગંધગજથી જિમ ગજ કસપરાણઉ. ૨૨૪ ભિલપતી નિજ સેન પલાણી, દેખિ આયઉ તેખ અંગઈ આણી; કુમરનઈ સનમુખ આયઉ સામી, ભિલ્લનઉ અવસર એ પામી. માહોમાહિ સરધારા વરસઈ, મારિવા તેહ પરસ્પર તરસઈ; નવિ છલ સકઈ કેહનઈ કોઈ, એહવઉ યુદ્ધ કરઈ તે દોઈ. ૨૨૬
૨૨૨
૨૨૫
૧. શીઘ. ૨. અવિરત. ૩. જંગલી પશુ. ૪. મેષ રાશીમાં. પ. સિંહ. ૬. જોરાવર. ૭. રોષ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org