________________
253
અગડદત્ત રાસ.
૧૬૧
ઢાલઃ ૧૩, અઈસા સાધુજી વે.
તિહાં રખવાલાં વે કુમર! તું રાખી જાવઉ વે,” દેઉલ હુતી વે દરિદ્ર નરાકઉ ઉઠાવઈ વે; દરિદ્ર નરાં કું ઉઠાવી લ્યાવઈ પેઈ તાં સિરિ દેઈ, નયરીથી બાહરિ નીકલિયા, મિલિયા રડઈ દેઈ; કુમર ચિંતવઈ “ખડગ ઉપાડી, આડી ઈહાં કુણ દેવઈ, શિર છેટું પરિવ્રાજક કેરલ નરલ, જિમ દુખ વેવઈ. નાવિ જુગતી વે કુલજાકું છલાઘાતો વે, વિનિપાતો વે કરઈ જણાઈ સુજાતો વે; કરઈ સુજાત જણાઈ ભાઈ, અનિ વિનિપાત સદાઈ, નવિ કર અરિબલ ઘાત કદાઈ, દેખું ધનને ઠાઈ; એહ નિવાસિ જાઈ કિરિ કિણરઈ, કાજઈ એ ધન લૂટઈ? નવ જાણીજઈ સાર માહિલઉં, જા ન વિપડદ ઉપઈ(?)'. હિવ બેઉં વે નગર ઉદ્યાનઈ આયા રે, પઇ-ધારક વે સાથઈ તેહ ચલાયા વે; સાથઈ તેહ ચલાયા આયા, ઉદ્યાનઈ તિણ સેતી. કુમરનઈ છલ ઘાતઈ મારેવા, જાણી સુંદર રેતી; પરિવ્રાજક પ્રભણઈ “સુણિ, સુપુરષ! રમણિ અકઈ અતિ ગઇ, તિણિ ઈણ ઉદ્યાનમાં રહો આપણ, વાત કહું નવિ વરુઇ. ઈણિ ઉદ્યાનઈ વે રહી નિદ્રા સુખ સેવાં વે, ઈણ રયણિક વે ક્ષણઈ કુટુક ફલ લેવાં વે; ક્ષણ ઇક રયણિકા ફલ (ક)ટૂક લેવાં, નિદ્દા સુખ સાસંકા, કપટ નિદ્રાઅઈ સૂતાં દોઉં, મન માંહઈ અતિ વંકા; દક્ષિણિ ઠામિ વૃક્ષનાં મૂલઈ, મારિવા માહોમાઈ, ભાર ઉપાડી આયા જે નર સૂતાં નીગુસ સમાહઈ.
૧૬૨
૧૬૩
૧૬૪
૧. નગરનું. ૨. કુલવાનને. ૩. વિપત્તિ. ૪. રીતી-રીત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org