________________
અગડદત રાસ
251.
ઢાલઃ ૧૨, હું નહી દૂલ્ય.
કુમરનઈ આગઈ આવીયલ, કેહવઉ તે? શશિભાલ રે; ભુજાદંડ કરિદંડ સરીખી, વક્ષસ્થલ સુવિશાલ રે. ૧૪૬ કુમર૦ પરુષ કેસ સિર ઉપરિ જાકાં, નવયોવન રુદ્ર-રૂપ રે; અરુણ-નયન જંઘા જસુ દીર, અઇસઉ જાસુ સરૂપ રે. ૧૪૭ કુમર૦ દેખિ સભય ચિંતઈ ચિતઅંતરિ, “એહવઈ રૂપઈ એક રે; ચોર હુવઈ નવિ કોઈ ઈહાં ભ્રમ, દંભનઉ છઈ એ ગેહરે.” ૧૪૮ કુમર૦ ઈણ અવસરિ પરિવ્રાજક બોલઇ, કુમરનઈ પ્રિય વયણેહિ રે; કિહાંથી સુપુરુષ! ઇંડાં કિણિ આય?, દીસઈ વર નયણેહિ રે. ૧૪૯ કુમર૦ કિણ કારણિ તુ હાં કિણિ બઈઠ?,” જાણી તેહનઉ ભાવ રે; બુદ્ધિનિપુણ કુમરઈ હિવ પ્રભણ્યઉં, ડાહા દેખઈ દાવ રે. ૧૫૦ કુમર૦ દારિદ્રયઈ હું આકૃમ્યઉ આઈ, સપુરિ ફિરું સૂનઈ ચિત્તિ રે;
સોચા મ કરિ પુત્ર! તુઝ છેવું, દારિદ્ર બહુ દે વિત્ત રે.” ૧૫૧ કુમર૦ વચન ઇસઉ પરિવ્રાજકિ બોલ્યઉ, કુમર ભણઈ “તુમ્હ સામિ રે; પદ પ્રસાદિ નાસઈ દારિદ્ર, જિમ દીઠઈ તમ ગોસામિ રે. ૧૫૨ કુમર૦ સંપજઈ મુઝ સંપદ પરમેશ્વર-રૂપ તુહ આધારિ રે; ઈમ માહોમહિ બોલતાં તિણ ખિણિ, નયન થકી દિનકાર રે. ૧૫૩ કુમર હુ અગોચર દોષનઈ દરસનિ, સંતપુરુષ રુપ નાસિ રે; સંગ ઉદ્યોત ગયઈ રયણી-તમ, પ્રગટ હુઆઈ તે વિમાસિ રે. ૧૫૪ કુમર૦ કરિ કરવાલ કોશથી કાઢી, કરિ દારુણ આકાર રે; ચોલિ બાંધિનઈ ચલ્યઉં ગુસાંઇ, ગિણતઉ ભય ન લગાર રે. ૧૫૫ કુમર૦
૧. શોક. ૨. સૂર્ય. ૩. રાત્રિના. ૪. બખ્તર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org