________________
240
ગુણવિનયજી કૃત ઢાલઃ ૬, સુધરમ સ્વામી ઈણ.
તે નિસુણી રમણીની વાતડી રે, સાચી હૃદય વિચાર; કરિવા લાગઉ કુમર જિણઈ ભલા રે, ન ભજઈ કોઈ વિકાર. ૭૩ પ્રાણ ત્યજ્યાં ખિણમાં પ્રિય વિષ્ણુ પ્રિયા રે – આંકણી મયણ- મહાજલણજી દાધી જિકા રે, ચંદનરસ તસુ અગ્નિ; સુખ તેહનઈ કણ પરિ કહઉ સંપજઈ? રે, જિમ પહીયાં ઉમ્મગ્વિ. ૭૪ પ્રાણ સુણીયઈ પ્રગટ રામાયણિ ભારતઈ રે, દસ એ કામ-અવત્થી. કામુક જનનઈ ઈહાં ઊષધ નહી રે, સાચઉ જગિ પરમF. ૭૫ પ્રાણ પ્રથમ અવસ્થા ચિંતાનઈ કરઈ રે, સંગમ-સુખની ઇહ; થાયઈ બીજી અવસ્થાનઈ વસઈ રે, સુખઈ વસઈ જે નિરીહ. ૭૬ પ્રાણ દીર્ઘ ઉસાસ-નસાસા ત્રીજીયઈ રે, જ્વર ચઉથીય) જાણિ; અંગ બલઈ પંચમીયાં પાધરઉ રે, પંચબાણ પરમાણિ. ૭૭ પ્રાણ રુચિર ભોજન પિણિ ન રુચઈ તેહનઈ રે, છઠ્ઠીયઈ નવિ સંવાદ; મૂચ્છ સાતમીયઈ હૂઈ કામિનઈ રે, આઠમીયાં ઉનમાદ. ૭૮ પ્રાણ નવમીયાં પ્રાણ સંદેહ ઉપાઇયાં રે, દસમીયઈ પ્રાણ-વિનાસઃ તિણિ એ મુઝ વિરહઈ પ્રાણતણઉ રે, સંસય લહિસ્યમાં ઉદાસ.” ૭૯ પ્રાણ એહવઉ કુમરઈ મનિ ભાવી ભણ્યઉરે, નેહઈ કરિ અતિસાર; મધુર વચન કરિ તેહનઈ સંઠવઈ રે, “મ કરિ સંતાપ અપાર. ૮૦ પ્રાણ સુંદર ચરિત વિપુલ જસ જેહનઉ રે, સુંદરનૃપ શુભચીત; તેહની સુંદરિ! હું સુત છું વડઉરે, અગડદત્ત સુવદીત. ૮૧ પ્રાણ જાણિ તે મુઝનઈ ભણવા આવીય રે, કલાચારિજનઈ પાસિ; કલા ગ્રહેવા ઈહાં કિણિ કામિણી! રે, સવિ ગરુઆ ગુણરાસિ. ૮૨ પ્રાણ
૧. પૈડા. ૨. ઉન્માર્ગે. ૩. અવસ્થા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org