________________
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
8) ઉપાધ્યાય ગુણવિનયજી કૃત અગsદત્ત રાસ
ખરતર ગચ્છીય જિનરાજસૂરિજી (સં. ૧૬૪૭થી ૧૬૯૯)ના સામ્રાજ્યમાં ફેમશાખાના ક્ષેમરાજ ઉપાધ્યાયના પટ્ટધર પ્રમોદમાણિક્ય ઉપાધ્યાયના શિષ્ય જયસોમ ઉપાધ્યાયજી તેમના શિષ્ય ગુણવિનય ઉપાધ્યાયે આ રાસની રચના કરી છે.
આ કવિશ્રીએ (સં. ૧૬૪૧-૧૬૭૫ પ્રાયઃ) સંસ્કૃતમાં ખંડપ્રશસ્તિકાવ્ય, દમયંતી ચંપુ, સંબોધસત્તરી, વૈરાગ્યશતક, ઈન્દ્રિયપરાજયશતક, રઘુવંશ મહાકાવ્ય, લઘુ અજિતશાંતિ, જિનવલભીય અજિતશાંતિ વગેરે ગ્રંથો પર વૃત્તિ રચી છે. પ્રસ્તુત રાસ ઉપરાંત તેમની અન્ય ગુર્જર રચનાઓ કર્મચંદ્રમંત્રીવંશાવલી પ્રબંધ ૨૯૯ કયવના ચોપાઈ (ક. ૧૭૬), બારવ્રતની જોડ (ક. પ૬), ઋષિદના ચોપાઈ (ક. ૨૬૮) જંબુસ્વામિરાસ વગેરે છે. તેમની સરળ અને સરસ ગુર્જર રચનાઓ જોતા એવું લાગે છે કે સંસ્કૃત ભાષાના મહાન વિદ્વાન હોવાની સાથે તેઓશ્રી રસિક અને લોકપ્રિય કવિ પણ હતા. તેમણે વિ.સં. ૧૬૭૫, વૈ.સુ. ૧૩, શુક્રવારના દિવસે વિમલાચલ ગિરિરાજ પર ચતુર્ધાર વિહારમાં શ્રી જિનરાજ સૂરિજીએ કરેલ શ્રી આદિનાથ આદિ ૫૦૧ પરમાત્માની પ્રતિષ્ઠામાં હાજરી આપી હતી. (પ્રાચીન જૈન લેખ સંગ્રહ ભા. ૨, લે. ૧૮-૧૯, સંપા. જિનવિ.)
૩૮૪ કડી પ્રમાણ પ્રસ્તુત રાસની રચના સુમતિનાથ પ્રભુની કૃપાથી બાડમેર નગરમાં વિ.સં. ૧૬૭૮, કારતક વદ-૨, બુધવારના દિવસે થઈ છે. ત્યારે રેવતી નક્ષત્ર અને અમૃતસિદ્ધિયોગ હતો.
આ રાસની ધ્યાનાર્ય વિશેષતા એ છે કે કવિશ્રીએ રાસમાં વપરાયેલાં પ્રાયઃ બધા જ સંસ્કૃતપ્રાકૃત સુભાષિતોનો સુંદર ગુર્જર પદ્યાનુવાદ પણ સાથે જ આપ્યો છે.
अव्यये व्ययमायाति, व्यये याति सुविस्तरम् । अपूर्वः कोऽपि भण्डारस्तव भारती! दृश्यते ।। અણ ખરચાઈ પૂરી હુવઈ, ખરચ્યઈ હુઈ વિસ્તર, ભારતિનઉ ભંડાર એ, જાત નવ સુંદર. अनभ्यासे विषं शास्त्रं, अजीर्णे भोजनं विषं । विषं गोष्टी दरिद्रस्य, वृद्धस्य तरुणी विषं ।। વિણુ અભ્યાસઈ શાસ્ત્ર એ, વિષ રૂપઈ થાયઈ,
અજિયંઈ ભોજન વિષ સમઉ, ક્યું સહુઅનઈ ભાઈ; વિષ સમ દરિદ્રની ગોઠડી, વૃધનું તરુણી વિષ, (પરમી કડી ના ત્રણ ચરણ.)
૫૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org