________________
શ્રી અગડદત્ત રાસમાલા
ચોરને પકડવાની સાત દિવસની અવધિ પૂર્ણ થવા આવી હોવા છતાં ચોરની કોઈ ભાળ ન મળતા અગડદત્ત ઉદાસ થઈ આમ્રવૃક્ષ નીચે બેઠો છે ત્યારે દૂરથી સન્યાસી આવતો દેખાય છે. તેના રૌદ્ર રૂપને જોઈને (‘આ જ ચોર છે' એવું વિચારીને) ખૂબ આનંદિત થઈ ગયો, જેમ મેઘને જોઈને મોર આનંદિત થાય, આ પ્રસંગે પારિવ્રાજક અને અગડદત્તને મેઘ-મોરની ઉપમા બીજા કોઈ કવિએ પ્રયોજી નથી. આ ઉપમા પ્રયોજીને કવિએ અગડદત્તના આનંદમાં નિર્ભયતા વ્યંજિત કરી છે.
‘હરખ ઘણઉ હિયઈ નારિનઈ રે, જિમ કોઈલ મધુમાસ’ ૧૬૪
મધુમાસના મિલનનો હર્ષ જે કોયલના હૈયે ઉછળતો હોય તેવો હર્ષ મદનમંજરીના હૈયે અગડદત્તના મિલનનો પ્રગટ્યો. કવિશ્રીએ કોયલની ઉપમા દ્વારા મદનમંજરીનો અગડદત્ત પ્રત્યેનો અનુરાગ આકર્ષક દર્શાવ્યો છે.
‘કિલિ-કિલિ કરતા બહુ પરઈ રે, નાખઈ બાણ કિરાત; કુમર કટક ચિહુિંિસ કરઈ રે, જિમ વાયઈ વરસાત’.
૧૭૦
જેમ વાયુથી વરસાદ વિખારાઈ જાય તેમ ભિન્ન સૈન્યના બાણોથી અગડદત્તનું સૈન્ય વિખરાઈ
ગયું, અહીં વાયુની સરખામણીદ્વારા ભીન્ન સૈન્યનું આક્રમણ તીવ્રવેગી બતાવાયું છે.
કવિશ્રીએ પારિવ્રાજકના વેશમા આવેલા ચોરનું ટૂંકું પણ સુંદર દેહવર્ણન કર્યું છે.
‘તતખિણ ઈક નર આવીયઉ, પરિવ્રાજકનઈ વેષઈ રે; મુંડિત સિર કુછ દાઢીયઈ, ક્રુર દૃશઈ કરિ દેખઈ રે.
શ્રવણિ ફટિક મુદ્રા ધરઈ, ચુડ-ચુડ કરતઉ તુંડઈ રે; ચમર કમંડલ કર-જુગઈ, ખંધઈ આયસ દંડઈ રે.
વાઘ-ચરમ તલિ પહિરણઈ રે, કમરિ બાંધિઉ કરવાલ રે; ચરણ ચઢાણ મોજડી, દીસઈ અતિ વિકરાલ રે.’
9
૯૧
Jain Education International
૯૨
૯૩
અહીં પારિવ્રાજકના કમરે તલવાર, સ્કંધ પર લોદંડ, ચરણે મોજડી દર્શાવાયા છે. જે બીજે ક્યાંય દર્શાવાયા નથી.
For Personal & Private Use Only
રાસમાં ઘણે સ્થળે સ્વરસંધિ જોવા મળે છે, જે સંધિઓ ગુર્જરભાષામાં નહિવત્ પ્રયોજાય છે.
દા.ત. ‘વિરહાનલિ’ ૪૩, ‘કામાવસ્થા’ ૫૪, ‘મિલનોપાય’ ૫૭, ‘શ્રીવત્સાકારઈ’ ૧૦૩, ‘તિહાંથવા’ ૧૨૧, ‘પથંકોપરિ’ ૧૩૩, ‘વિષમાટવીયઈ’ ૨૪૧. વગેરે....
www.jainelibrary.org