________________
8
૩) શ્રીસુંદરજી કૃત અગડદત્ત રાસ
ખરતરગચ્છીય જિનચંદ્રસૂરિજી (સં ૧૫૯૫-૧૬૭૦) > જિનસિંહસૂરિજી (સં. ૧૬૧૫૧૬૭૦) – હર્ષવિમલજીના શિષ્ય વાચક શ્રીસુંદરજીએ પ્રસ્તુત રાસ રચ્યો છે.
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
કવિશ્રીએ રાસનો રચના સમય ‘સ્વામીવદન-ગુણ-રસ-રસા’ આ પ્રમાણે દર્શાવ્યો છે. જૈન ગુર્જર કવિઓમાં પણ ૧૬૩૬-૧૬૬૬ એમ વિકલ્પ રાખ્યો છે. આ રાસની રચના શ્રી સુંદરજીને ઉપાધ્યાયપદ પ્રાપ્તિ પછીની છે. તેમના દાદાગુરુ જિનસિંહસૂરિજીને ઉપાધ્યાય પદ જેસલમેરમાં સં. ૧૬૪૦, મહા સુદ-૫ના દિવસે પ્રાપ્ત થયું છે. આથી, રાસની રચના સંવત્ ૧૬૩૬ કરતા ૧૬૬૬ જ યોગ્ય લાગે છે.
વિ.સં. ૧૬૬૬, કાર્યકમાસની એકાદશી, શનિવારે ભાણવડમાં રહીને ૧૩ ઢાળ, કુલ ૨૮૫ કડી પ્રમાણ આ રાસ મંત્રી શાહ ચાંપસી પૂજાની વિનંતિથી રચ્યો છે.
કવિશ્રીની આ રાસ ઉપરાંત અન્ય કોઈ રચનાઓ પ્રાપ્ત થતી નથી.
પ્રસ્તુત રાસમાં કથાનિરુપણ જ લક્ષ્ય તરીકે રહ્યું છે. આથી અલંકારો, રસવર્ણન આદિ ગૌણ બન્યું છે. છતાં કથા-કથન ખૂબ રસાળ રીતે થયેલું છે. આથી કથા-અભ્યાસની દ્રષ્ટિએ આ રાસ એક મૂલ્યવંત કૃતિ બની રહે છે.
કવિશ્રીએ માત્ર ૧૧મી ઢાળમાં દેશીનો પ્રયોગ કર્યો છે, એ સિવાય બધે જ શાસ્ત્રીય રાગોનો જ નામોલ્લેખ કર્યો છે. આ પરથી કવિશ્રીનું સંગીત વિષયક જ્ઞાન પણ સમજાય તેમ છે.
રાસમાં ઉપમાઓ ભરપૂર વપરાઈ છે.
‘સુંદર રૂપઈ રંભ સમાણી’. ૧૬
‘વાધઈ ચંદતણી પરિ બાલ.’ ૧૮
‘સૂરઉ સીહ સરખ’. ૨૬
‘નયરિ વાણારસી આવિયઉ, અલકાઉરિ અનુકાર.’ ૩૦ ‘ગુહિર ઘનાઘન ગાજતઉ, પરવત જેમ ઉત્તુંગ.’ ૬૧
‘સોહઈ જિમ સુરરાજ.’ ૬૬
‘તેજ તપઈ નવ તરણિ જિઉં.’ ૬૮
‘ચકિત કુરંગ જિમ ચિહું દિસઈ જોતઉ' ૯૦ વગેરે... આગળની કેટલીક સુંદર ઉપમાઓ જોઈએ‘નીચઈ વનિ નિરખીનઈ, પરખિઉ એહિ જ ચોર રે; કુમર મિનઈ તવ હરખીયઉ, મેઘાગમ જિમ મોર રે’.
Jain Education International
For Personal & Private Use Only
૯૪
www.jainelibrary.org