________________
228
શ્રીસુંદરજી કૃત.
ખણ રાચઈ વિરચઈ ખણઈ અપ્રમાદી રે, નીચ ગતી જલ જેમ સદા; નવ-નવ નેહઈ નર નડઈ અપ્રમાદી રે, હલદ-રાગ ચલ પ્રેમ સદાક. ૨૭૧ હું અધન્ય ઈણ કારણઈ અપ્રમાદી રે, મલિન કીયઉ કુલ રમે સદા; ધરમ કામ કરિ હિવ ભલા અપ્રમાદી રે, સફલ કરું નિજ જન્મ સદા. ૨૭૨ સંધ્યારાગતણી પરઇ અપ્રમાદી રે, દીસઈ વિવિધ પ્રકાર સદા; ખણ સંજોગ વિયોગસું અપ્રમાદી રે, ધિગ-બિગ ઈહુ સંસાર” સદા.. ૨૭૩ અગડદત્ત ઈમ ભાવતી અપ્રમાદી રે, મનિ સંવેગિ વોઈ સદા; “સ્વામિ! ચરિત એ માહરઉ” અપ્રમાદી રે, પ્રણમી એમ કહેઈ સદા. ૨૭૪ હું વિરમિઉ સંસારથી અપ્રમાદી રે, કીજઈ મુઝસુ પ્રસાદ સદા; દીક્ષા દીજઈ આપણી અપ્રમાદી રે, ટાલીજઈ વિખવાદ' સદા. ૨૭૫ અગડદત્ત સંયમ ગ્રહઈ અપ્રમાદી રે, આણી મનિ વઈરાગ સદા; સાહસગતિ ગુરુ સઈ હાથઈ અપ્રમાદી રે, સાધઈ મુગતિની માગ સદા. ૨૭૬ ઉગ્ર વિહારઈ તપતઈ અપ્રમાદી રે, સૂત્ર-અરથ અભ્યાસ સદા; કર્મ ખપાવી તે અનુકૂમઈ અપ્રમાદી રે, લહિસ્યાં સિવપુર વાસ સદા.. ૨૭૭
9િ
૧. સ્વય. ૨. પાઠા, આગમ. ૩. પાઠા, ઈમ રહતઉ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org