________________
224
શ્રીસુંદરજી કૃત
૨૩૮
દૂહા
માત-પિતા આગલિ કહી, વસતિતણી સવિ વાત;
સુખ ભોગવત નિત રહઈ, નિજ ઘરિ સુંદર-જાત. ઢાલઃ ૧૧, શ્રીજિનશાસન નંદનવન ભલઉ જી-એ ઢાલ.
કુમર અગડદત્ત આવઈ એકદા રે, આપ થઈ અસવાર; વિપરીત-શિક્ષિત હર સીખાઈવારે, વાહિયાલીયઈ સાર. ૨૩૯ કુમાર અશ્વ પરીક્ષા કરિવા વાહતા રે, વાહની ખાંચઈ વાગ; દૂઠપણઈ તે વેગિઈ ધાવિયઉ રે, લંઘઈ બહુલ માગ. ૨૪૦ કુમર૦ સહુ દેખતાં ક્રૂઅર અપહરિઉ રે, સેવક થયા રે ઉદાસ; વિષમાટવીયઈ આણિ આશ્રમમાં રે, સબલઈ તાપસ વાસ. ૨૪૧ કુમર૦ અથથકી ઊતરિનઈ જોવઈ આશ્રમઈ રે, "જિનહર એક ઉતંગ; તિણમાં બાંઠઉ મુનિગણ પરિવરિયઉ રે, ચારણ શ્રમણ સુચંગ. ૨૪૨કુમર૦ તપ તેજઈ મુનિ દીપઇ દિનકરે, સુંદર સોવન-વન; સોમપણઈ સસિ સમતારસ ભરિ રે, ચિહું નાણે સંપન્ન. ૨૪૩ કુમર૦ પુહવિ પ્રસિદ્ધ સાહસગતિ ભલુ રે, નામ અનોપમ તાસ; ભવિક જીવનઈ દિન પ્રતિ બૂઝવઈ રે, વચન સુધારસ જાસ. ૨૪૪ કુમર૦ આવિ સમાપિઈ કુમાર વિનય કરી રે, પ્રણમાં પ્રભુના પાય; ધરમલાભ લહિ જનમ સફલ ગિણઈ રે, મનમોહિ હરખિત થાય. ૨૪૫ કુમર૦ દૂધ-સિતા સમ મધુર દેસના રે, સાંજલિ ધરઈ વિવેક; સુપ્રસન્નઈ સ્વામિ! સમાદિસઉ રે, પ્રસન કરું જે એક. ૨૪૬ કુમર૦
૧. અશ્વ. ૨. અશ્વ. ૩. લગામ. ૪. માર્ગ. ૫. જિનાલય. ૬. બોધ આપે. ૭. પ્રશ્ન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org