________________
અગડદત્ત રાસ
223
રજનિ સમય જાણી ગૃપનંદન, પહુચઈ “ઉપ-પ્રાસાદઈ રે; દયિતાસું કહઈ “અગનિ આણીનઈ, રહિયાં બહાં અપ્રમાદઈ રે.” ૨૩૧ જોવઉ. એવં કહિ ગયઉ રમણી રાખી, જલણ લેઈ જબ વલિયઉ રે; દેવકુલઈ દેખી અજુઆલું, કુમર તવ ઈમ નિકલિયઉ રે. ૨૩૨ જોવઉ વેગઈ આવિ કહઈ કામિનિસું, “દીઠ માં ઇંડાં તેજ રે; “પ્રીતમ! કરિ દીપક પડિબિંબબઉ', વલતું ભણઈ ધરિ હેજ રે. ૨૩૩ જોવઉ તિણિવેલા અસિ નારિનઈ આપી, જાનુ યુગલ ભુઈ રાખી રે; નીચઈ વદનિ ધમઈ વૈશ્વાનર, કુમર વધૂ હિત દાખી રે. ૨૩૪ જોવઉ મયણા હાથથકી તવ પડિયઉં, કોશ રહિત કરવાલ રે; દેવકુલઈ સિલ ઊપરિ તતખિણ, ઊઠી ધૂનિ અસરાલ રે. ૨૩૫ જોવઉ. સરલ સભાવઈ પૂછઈ કુંઅર, “કવણ થયઉ વિરતંત રે?'; માયા કરિ નારી તિહાં બોલઈ, “મોહ વસઈ મુઝ કંત! રે.” ૨૩૬ જોવઉ૦ કરિ ઉદ્યોત રહ્યા અપ્રમત્તઈ, વહેલાવી સુખ રાત રે; નિરવિઘનઈ નિજ ભવનિઈ આવ્યા, સાનંદઈ સુપ્રભાત રે. ૨૩૭ જોવઉ
* *
૧. નજીકના મંદિરમાં. ૨. અગ્નિ. ૩. અત્યંત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org