________________
220
શ્રીસુંદરજી કૃત દેખી મયણામંજરિ ગુરુ ભય કંપતી રે, વેગઈ વિલગી કંઠિ “પ્રિય! પ્રિય” જંપતી રે; “અભય” કહી આસાસઇ સુંદરસુત ભલઈ રે, રથ ઊતરિ અહિ થંભઈ આપણિ મતિ બલઈ રે. ૨૦૮ મુખ થંભી ખેલાવી છોડી નાગનઈ રે, રથ બાંસી સંતોષઈ ચાલિ સુભ મનઈ રે; ઈમ અનેક ભય જીપી આપ સુહાવિયઉરે, તામ ચિહુદિસિ નિજ દલિ આવિ વધાવિયઉરે. ૨૦૯ અનુકમિ ગહન ઊલંધી આવઈ આદરઈ રે, સંખપુરઈ સુવધાઊ મુકઈ બહુ પરચું રે; સાંભલિ સુંદરરાય મહાજન હરખિયઉરે, “રાજ-પ્રજાપાલક હિવ હુઇસ્યઈ પરખિયઉરે. ૨૧૦ પુત્રાગમન સુણીનઈ પુર સિણગારીયઈ રે. દીન-હીન દુત્થી જન દાન દિવારીયાં રે; સનમુખ લોક સહૂનઈ હુકમ કરાવીયઈરે, ઠામ-ઠામિ ગુણ ગાતા પાત્ર નચાવીયઈરે. ૨૧૧ ઈમ અનેક ઉચ્છવ તિહાં થાતાં શુભ દિનઇ રે, અગડદત્ત સુત આવિ નિજ હરખિત મનાઈ રે; જલધર-ગુહિર નીસાણ ઘુરઇ વાજા ઘણા રે, “જય-જય' મુખિ કહતા સહુ કરઈ વધામણા રે. ૨૧૨
૧. પાઠાઠ કંતઈ. ૨. પાઠાવે તોડી. ૩. પાઠાસુધો. ૪. દુ0- ગરીબ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org