________________
અગડદત્ત રાસ
215
દૂહાઃ
આસ્યા કુમર સહુ ફલઈ, અંગઈ અધિક ઉછાહ; સાહસ ધરિનઈ આવીયઉં, “સવ લઈ નિજ દલમાહિ.
૧૬૫ ઢાલઃ ૮, રાગ-આસાફરી.
શુભવેલા શુભ મુહુરતઈ રે, પરિઠઉ તુરત પ્રયાણ; ઘૂઘર માલ ઘણી ઘટા રે, વાજઈ ગુહિર નીસાણ.
૧૬૬ કુમરજી ચાલઈ સેન સાઇ, સહ શકુન ભલા તિહાં થાઈ-આંચલી. એ ભુવનપાલ રાજા તણઉ રે, વલલી દેસ અસેસ; સવિતા અસ્ત-ગત સમઈ, અટવી કીધ પ્રવેસ. ૧૬૭ કુમરજી સીહ-વાઘ-ચિત્તક ઘણા રે, વિષમ મહા ધૂમ લીમ; સનિ-રવિ કિરણ જિહાં નહી રે, કિંતાઈ ન દીસઈ સીમ. ૧૬૮ કુમરજી તિણિ માગઈ નિસિ ચાલતાં રે, પડિયા ભીલ અનેક; ગહનપણઈ રજની વસિઈ રે, નિજ પર ન હુઈ વિવેક. ૧૬૯ કુમરજી કિલિ-કિલિ કરતા બહુ પર રે, નાખઈ બાણ કિરાત; કુમર કટક ચિઠુદિસિ કરઈ રે, જિમ “વાય વરસાત. ૧૭૦ કુમરજી. અગડદત્ત એકઈ થઈ રે, ઊભલે રહઈ અબીહ; ભીલ હણ્યા તિમ સાહસઈ રે, દુહિલઉ લહિસ્યઈ દીઠ. ૧૭૧ કુમરજી ભિલધણી દેખી રુઠી રે, આવાં રથ અનુસાર; માહોમાંહિ બિન્ડે ભિાઈ રે, કોઈ ન માનઈ કાર. ૧૭૨ કુમરજી. કુમર તવ ઈમ ચીંતવઈરે, “કીજઈ કોઈ સંચ; વઈરી જિમ-તિમ મારીયાં રે, બલિ છલિ બુદ્ધિ-પ્રપંચ. ૧૭૩ કુમરજી.
૧. પાઠા, સબલઈ. ૨. ગંભીર. ૩. સૂર્ય અસ્ત થવાના સમયે. ૪. માર્ગમાં. ૫. વાયુથી. ૬.નિર્ભય. ૭. પાઠા. લિડઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org