________________
અગડદત્ત રાસ
213
૧૫૧ તામહ
૧૫૩ તામ
કુમર સુણી વાણી તેહની રે, કર-ધૃત દેઈ તંબોલ રે; સસનેહઈ સંતોષિનઈ રે, અદભુત કહઈ ઈક બોલ રે. કુશલ કહી જઈ સાંઈયા! રે, વિલંબ કરઉ દિન કેવિ રે; અવસર લહિનઈ તેડિત્યું રે, કાજિસ્થઈ વંછિત વેવિ રે.” ૧૫૨ તામહ હરખિત મુખિ દૂતી ચલી રે, વેગિ આવી મયણા પાસિ રે;
અહિનાણી દિયઈ હાથની રે, મેંદરડી સુખ વાસ રે. કુમર બઈઠઉ ગઉખઈ એકદા રે, ચઉપટ રમઈ ઈકતાન રે; તામ દુવારઈ આવીયા રે, તાતતણા પરધાન રે.
૧૫૪ તામહ દૌવારિક આવી કહઈ, “કુમર થયઉ સાવધાન રે;' સનમુખ જાઈનઈ મિલઈ રે, કુશલ પૂછઈ બહુમાન રે. ૧પપ તામહ પગિ લાગી તે વીનવઈ રે, “ધન-ધન સુંદરજાત રે; માતા-પિતા કુશલામણા રે, વાટ જોવઈ દિન-રાતિ રે. ૧પ૬ તા. કમરજી! વેગિ પધારીયાં રે, ઢીલ ખમઈ નહી ધીર રે; સકલ મહાજન દિન-દિનઈ રે, સંભારઈ તુઝ વીર! રે.” ભગતિ ભલી કરિ તેહની રે, નિજ દલ સજિ સવિ સાર રે; રાય સમીપિ જઈ કહઈ રે, “વીનતડી અવધાર રે. ૧૫૮ તામહ મુઝનઈ તેડા આવિયા રે, માતા-પિતાના આજ રે; કર જોડીનઈ માંગીયઈ રે, આદેશ આપઉ વિ રાજ! રે. ૧૫૯ તામહ વસ્ત્રાભરણ પહિરાવિનઇ રે, મધુર વચન સનમાન રે; નિજ પુત્રી સાથઈ દેઈ રે, મુકલાવઈ ઘણઈ વાન રે. ૧૬૦ તા. નરપતિ સીખ લહી કરી રે, કુમાર આવ્યઉ નિજ ઠામ રે;
પ્રયાણ-ભંભા દિવરાવિનઈ રે, સવિ સેન ચલાવઈ તામ રે. ૧૬૧ તામહ ૧. તીવ્ર ઇચ્છા છે. ૨. નિસાની. ૩. પાઠા સુંદરડી. ૪. પાઠાઇ આવીનઈ.
૧૫૭ તામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org