________________
204
શ્રીસુંદરજી કૃતા
દૂહાઃ
૭૫
નિજ દેસઈ નૃપ પૂજયઈ, વિદ્યા દેશ-વિદેસ;
અહિ વલી દલ સગુણનર, પર ભુઈ “અરથ વિસેસ. ઢાલઃ ૪, રાગ-ગઉડી.
ઈણિ અવસરિ મહાજન મિલી, આવિયઉ રાય સમીપિ રે; સોવન-રતન-મણિ-મોતી એ, ભેટિ કરઈ બહુ રુપિ રે. જય-જય મુખિ સહુ ઊચરઈ, વીનવઈ બહિ કર જોડિ રે; રાજ! રક્ષા કરી અમસ્કતણી, પૂરવઉ વંછિત કોડિરે. ૭૬ જય-જય૦ ભેટિ લે કુમરનઈ સવિ દિયઈ, રાય પૂછઈ મહાજન રે; ભલઈ પધાર્યા કિણ કારણઈ? કાજ કહી નિકો મન રે.” ૭૭ જય-જય૦
સ્વામિ! અમ્ય કથન અવધારિયઈ, વારીયઈ દુષ્ટ તે ચોર રે; ધનદપુર સમૃધ તુહ પુર જિણઈ, મુસિ કીયઉ મંદિર-રોર રે.' ૭૮ જય-જય૦ કોપ કરિ ધરણિકત ધમધમિલ, કઈ આરક્ષક તેડિ રે; મુઝ પ્રસાદઈ સુખિયઉ રહઈ, કરઈ નહી ચોરની કેડિ રે.' ૭૯ જય-જય૦ કંપતઈ અંગિ તે વીનવઈ, “સ્વામિ! જીસ્વઈ કરી રોસ રે; ચોર જોતા ઘણા દિન થયા, ખબરિ ન લહુ કેહઉ દોસ રે?” ૮૦ જય-જય૦ ઈણિ સમઈ અગડદત ઈમ કહઈ, “આપ જી મુઝ આદેસ રે; સાત દિનમાહિ જઉ નવિ લહું, તલ કરું અગનિ-પરવેસ રે.” ૮૧ જય-જય૦ રાય સાખઇ પ્રતિન્યા કરી, ઊઠિયઉ પ્રણમિ ઉછાહિ રે; એકલી સૂરપણ આદરી, પરિભમાં કુમર પુરમાહિ રે. ૮૨ જય-જય૦
૧. પાઠાઅધર. ૨. નિર્ધનનું ઘર. ૩. પીછો, તપાસ. ૪. પ્રતિજ્ઞા. ૫. ઉત્સાહ પૂર્વક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org