________________
અગડદત્ત રાસ
અવસરિ આયા રાજસભાયઇં, મણિ મુગતાફલ ભેટિ ઉપાયઇ; રંજિ રાય કહઇ ‘કુણ કામ?’, આદર દેઇ પૂછઇ તામ.
તતખિણ બોલ્યા મોટા સાહ, મનમાંહે ધરિ અધિક ઉછાહ; ‘ભૂપતિ ભીતિ અનીતિનઇ ટાલઇ, માય-તાય જિમ પરજા પાલઇ. કુમર તુમ્હારઉ લાડકવાહિઉ, કુવ્યસનઇ કરિ પુર અવગાહિઉ; અમ્હનઇ આપઉ વસિવા ઠામ, કઇ વારઉ નિજ પુત્ર-કુકામ.’
સુંદરનૃપ સુણિ કોપઇ ચઢિયઉ, પ્રતિવાદીસું પંડિત પઢિયઉ; ચિતિ ચિંતઇ ‘કિમ સોવનપાલી, કૂખિ ઘલાયઇ નિજ કરવાલી?’. અંગરક્ષક તેડી આદેસઇ, ‘કુંયરનઇ કહઉ જા પરદેસઇ;’ તે આવી વીનવિઉ જામ, તાત-આણ સુણિ હરખ્યઉ તામ.
૧. વેપારી. ૨. તલવાર.
Jain Education International
For Personal & Private Use Only
૨૦
૨૧
૨૨
૨૩
૨૪
197
www.jainelibrary.org