________________
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
ખાજા-લાડૂ-ખરમાં-સેવ, પ્રીસઈ સાલિ-દાલિ-ધૃત હેવ; કપૂર વાસિત કરંબા તે ઘણા, આપઈ બીડાં પાનહતણાં. સાજન સવે ભગતિ સવિ કરી, સિણગારુ કનકસુંદરી; પહિરઈ નવનવ પરિ સિણગાર, કંઠિ એકાઉલિ નવસર હાર. વર સિણગારૂ મ લાઉ વાર, આંણઉ તેજી ભલા તોખાર; મસ્તક ઝૂંપ સોહઈ મણિ જડિઉં, ચાલઈ કુંયર ગયવરિ ચડિલ. આવિલ વર તે તોરણિ બારિ, બંદી બોલઈ જય-જયકાર; મંગલ ધવલ ગાઈ વર નારિ, જય-જય શબદ હુઉ તીણઈ વારિ. શુભવેલા સાધી છઈ જેહ, વર પરણાવિલ કન્યા તેહ;
પહિરામણી રાઈ દીધી તે ઘણી, કવિ કહઈ સંખિ ન લહૂ તેહતણી.' જ રાસમાં ઘણે સ્થળે દેશ્ય શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. દા.ત. - હેરાવા = છૂપી તપાસ, અછરાણ = નૃત્ય, નિટોલ = નક્કી, ગુડીયા = કવચ પહેરાવેલા, વગેરે.
૨) વાચક કુશલલાભજી કૃત અગsદત્ત ચૌપાઈ
ખરતર ગચ્છીય આચાર્ય જિનચંદ્રસૂરિજીના શિષ્ય અભયધર્મ ઉપાધ્યાયના શિષ્ય વાચક કુશલલાભજીએ આ ચોપાઈની રચના સં. ૧૬૨પમાં વીરમપુર નગરમાં કારતક સુદ પૂનમ, ગુરુવારે પૂર્ણ કરી છે. ૬ દૂહા (કડી- ૧,૨,૩, ૨૯૭, ૨૯૮, ૨૯૯) અને ૨ વસ્તુછંદ (કડી- ૨, ૧૩૩) સિવાય સમગ્ર રચના ચોપાઈ છંદમાં થઈ છે. કુલ ૩૧૭ કડીમાં આ રચના થઈ છે. તેમાં શરૂઆતમાં જ પાંચમી કડી શીલોપદેશમાલાની ૮૬મી ગાથા છે. પરંતુ રાસ રચનામાં કથાઘટકો પ્રથમ પ્રવાહના લીધેલા છે.
કવિશ્રીની અન્યકૃતિઓ માધવાનલ કથા પ્રબંધ, મારુઢોલાની ચોપાઈ, તેજસાર રાસ (આ ત્રણે કૃતિ આનંદ કાવ્ય મહોદધિમાં પ્રગટ થઈ છે.) વગેરે છે.
કવિએ કાવ્યદેહને ઉપમા-ઉલ્ટેક્ષાદિ અલંકારોથી મઢ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org