________________
શ્રી અગડદત્ત રાસમાલા
૨ ટકા પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય.
૧) "સુમતિમુનિ કૃત ચોપાઈબદ્ધ અગsદત્ત રાસઃ
શ્રી ચંદ્ર ગચ્છના સોમવિમલસૂરિજીના સામ્રાજ્યમાં પંડિત હર્ષદરજીના શિષ્ય સુમતિમુનિજીએ આ રાસની રચના કરી છે. ચોપાઈબદ્ધ આ રાસની રચના ૧૩૭ કડીમાં થઈ છે. ૩ દેશી તથા ૧ રાગ સિવાય દૂહા અને ચોપાઈમાં સમગ્ર રચના થઈ છે. વિ.સં.-૧૬૦૧, કારતક સુદ-૧૧, સોમવારે રચાયેલ આ રાસમાં ખૂબ સંક્ષિપ્તમાં અગડદત્ત કથાનક વર્ણવાયુ છે. આથી રસ-ચયન ગૌણ બન્યું છે. ક્યાંક ક્યાંક ઉપમા-ઉલ્ટેક્ષાદિ અલંકારો વર્ણવાયા છે. દા.ત. જ “અગડદા ધાયલ ધસી, જિસકે સીહ સમાન’ ૨૮
“દક્ષણ સંખ જિસઉ ગુરુ મિલિઉ” ૧૨૭
અહીં અગડદત્ત અને ગુરુ એ ઉપમેયને સિંહ અને દક્ષિણાવર્ત શંખની ઉપમા અપાઈ છે. જ “જિન મંડિત પોઢા પ્રાસાદ, ઊંચા ગિરિસિઉં માંડઈ વાદ. ૭
શંખપુરી નગરીના પ્રાસાદ જાણે પર્વતની સામે સ્પર્ધામાં ઉતર્યા છે!.. ખેચરી ઉત્પતીનઈ ગઈ, નિર-માખિી મધ થયુ તા સહી.” ૫૫
ચોરની પુત્રી વીરમતી વૈભવ છોડીને ઉડી ગઈ એટલે જાણે મધ છોડીને મધમાખીઓ ઉડી ગઈ!. આમ, અહીં પર્વતની ઊંચાઈને અને ખેચરીની ઉડી જવાની ક્રિયાને ઉભેલા અલંકારથી વિભૂષિત કરી છે. જ અગડદત્તના રાજપૂત્રી કનકસુંદરી સાથેના વિવાહ પ્રસંગનું કવિશ્રીએ સુંદર ચિત્રણ કર્યું છે. જેમાં વાજિંત્રો, ભોજન અને વિવાહ ઉત્સવનું વિશેષ વર્ણન છે.
કીજઈ કુકમ કેરા રોલ, દજઈ ઝાઝા બહુ તંબોલ; વાગાં તબલ નઈ નીસાણ, રાયતણઈ ઘરિ હુઉ અછરાણ. માંડિઉ માહવ મોટઈ રંગિ, સુરનર જોવા આવઈ જંગ; રાજા કરઈ રૂડઉં તે કામ, સુપરિસિ જિમાડઈ ગામ. સગા-સણીજા તેહનઈ સહુ, આદર કીજઈ તેહનઈ બહુ; આણી પ્રીસઈ ફલ હલિગલી, મૂકી સાકર દૂધઈ ભલી.
ટિ. ૧. ભીમ (શ્રાવક) કૃત અગડદત્તપ્રબંધ, માન | મહિમાસિંહજી કૃત અગડદત્તરાસ તથા શાંતસૌભાગ્યજી કૃત અગડદત્તરાસ આ ત્રણ કૃતિઓનો રચના સમય આગળ હોવા છતા તે પછીથી મળી હોવાના કારણે તથા તુલનાત્મક અધ્યયનમાં તેનો સમાવેશ થયો ન હોવાના કારણે બીજી બધી જ કૃતિઓ પછી અર્થાત્ ૯ મા, ૧૦માં અને ૧૧માં ક્રમે આપી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org