________________
190
કુશલલાભજી કૃતા
૨૬૭
૨૬૮
૨૬૯
૨૭૦
૨૭૧
બંધવ પાંચ હતા અખ્ત જોડિ, એણઈ વિઠંડી લાઈ ખોડિ; વરસ ચ્યાર અખ્ત ભમ્યા સહુ, પણિ એકાંતઈ પામ્યો નહી. આજ સમો હુંતો અતિભલો, હવિ માડ્યું કુઅર એકલો; તિસઈ સર્પ-વિષ તુઝનિ થયો, મરવા સાથિં કુમર ઉમહિઓ. જાણ્યું એહ કુમર ઇમ સરઈ, ફોટ ઝૂઝ કવણ હવિ કરિ; વિદ્યાધર આવ્યો તિણિવાર, ટાલ્યું મરણતણો સંહાર કિવિ અખ્ત સજ કીયાં હથીઆર, હણમાં આવત સમય કુમાર'; સંભલી વાત મયણમંજરી, કર્મયોગ નારિ મતિ ફરી. નારી કહિ “ચોર! સાંભલો, બોલ બંધઈ તુમ્હ સાચો "મલો; એ તલ હું અગડદર મારેસઈ, પછઈ હું તન્ડ સાથિં આવે.” છાનું દીવો ચોર જ પાસિ, નારી પ્રગટ કી જાસ; રૂપવંત જઓ એ નર હોઇ, તુ હું પ્રીય આદરસું દોઈ.” ચોરે જાણ્યું “કુડી વાત, ઈ કિમ કરસઈ સ્વામિ ઘાત?; એ કહિ “કામાતુર નારિ, સુત બંધવ કરિ સંહારિ.” ચોરે ચિત્ત વિમાસ્યું ઈસ્યું, “દિવિ પણિ કોતિગ જોઇ સુ'; છાનો દીવો ઢાંક્યો જસઈ, અગડદત્ત પણિ આવ્યો તસઈ. નારિ પ્રતિ કુમર ઉચરિ, “કસો ઉજાસ થઓ દેહરિ?'; નારિ કહિં ન જાણિ સહી, સચેતન કાયા મુઝ નહી. પણિ હું વાત કહું અનુમાનિ, તે સાચી કરિ કંત! તું જાણિ; આણિ આગિ તહે વેગલી, હથ થકી વાઈ ધરજલી. તેમનો ઝલકો સહમી ભીતિ, તે ઉજાસ હસઈ તિહાં ભિતિ; મઈ પણ દીઠી વેગલી હતી, સાતમી ભિંત અગનિ ઝલકતી”.
૨૭૨
૨૭૩
૨૭૪
૨૭૫
૨૭૬
૨૭૭
૧. વિનાશ કરનારે. ૨. સમય, પાઠાસુપન હતી અ૭ ભલઉ. ૩. મળ્યો, પાઠક હવિ પાડિઉં, ૪. યુદ્ધ. ૫. પાઠાઠ કરુ. ૬. કરાવ્યો?. ૭. પાઠાઇમ. ૮. પ્રજ્વલિત થઈ. ૯, પાઠા, તુમ્હ ચીંતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org