________________
અગડદત્ત રાસ
189
૨૫૬
૨૫૭
૨૫૮
૨૫૯
૨૬૦
વિદ્યાધર તે દીખી કુમાર, દયાવંત અતિ થયો અપાર; વિષનો એક દડો માહરો, "હુઓ સંહરુ વિષ સઘલો તારો.” અગડદત રલિયાત થયો, તેનિ કાંનિ મંત્ર તિણિ દીઓ; મયણમંજરી સાજી થઈ, અગડદત્તની ચિંતા ગઈ. કહિ વિદ્યાધર “સુણો કુમાર!, તાહરિ એહસું પ્રેમ અપાર; પણ નારી હુઈ નીઠુર જાતિ,” વિદ્યાધર કહિં વિતક વાત. કહિં કુમર ‘સહુ સરીખી નહી, માહરિ પ્રાણ-જીવ એ સહી; ત મુઝ દિધો જીવીદાન, તું ઉપગારી સુગણ નીધાન.” નવસર હાર કુમર તવ દીઇ, ઉત્તમ હી તે અવસર લહિ; આજ થકી તું બંધવ થઓ,” વિદ્યાધર નિજ ઠામિ ગયો. મયણમંજરી જાણી વાત, “માંડિઓ મરણ પ્રીય મુઝ સંધાત'; ખરી પ્રીત જે મનિ નિર્વહઈ, મયણમંજરી પ્રીલ પ્રતિ કિહિ.
સ્વામી! બહુરાતિ અંધાર, નયણે ઘોલઈ નીદ્ર અપાર; દીસઈ એ સનમુખ દેહરુ, ચાલો તિહાં કીજઈ “સાથરુ. અમદા ઉપાડી ભૂજ પ્રાણિ, બાંસારી પ્રસાદઈ આણિ; “સ્વામી! ઈહાં અંધારું ઘણું,” “આણું અગનિ તણું ચાંદ્રણ.” અગનિ લેવા ગયુ કુમાર, કુમરી સંચલ સુણ્યો તિવાર; ‘છાના નર બોલઈ દેહરિ, ચોર દોઈ આયુધ સજ કરિ. મયણમંજરી પૂછઈ તામ, કવણ તહે? ઈહ કેણઈ કામ?'; ચોર અખ્ત આવ્યા ઈણિ ઠાંણિ, અગડદત્તના વઇરી જાણિ. ચોર ભૂજંગમ અતિ પરચંદ, અર્ચન પણિ કીલ બિ-ખંડ; ત્રિહ ભાઈના વયર વાલવા, આવ્યા અગડદત્તનઈ મારવા.
૨૬૧
૨૬૨
૨૬૩
=
૨૬૪
૨૬૫
૨૬૬
૧. પાઠા, ઉગરું. ૨. પાઠાવિદ્યાધર નવિ લીયઈ. ૩. પાઠાપછઈ. ૪. પાઠાઅછઈ. ૫. પથારી. ૬. ચાંદરણુ=ઝાંખો પ્રકાસ. ૭. હલચલ. ૮. છુપાયેલા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org