________________
186
કુશલલાભજી કૃતા
૨ ૨૩
૨૨૪
૨૨૫
૨૨૬
૨૨૭
શ્રીવસંતપુરિ આવ્યા જસઈ, સન્મુખ રાજા આવ્યો તસઇ; પૂછઈ રાય અગડદત્ત કિહાં?” તવ દલનાયક બોલઈ તિહાં. ગુરુનઈ મલવા પાછો વલ્યો, વલતો અખ્ત સાર્થિ નહુ ભલ્યો; કુમતણી હરિ કરવી સાર, રાજાઈ મુક્યાં અસવાર. રાજા કુમરીનઈ સાથઈ કરી, નિજ મંદીર આવ્યા સુખ ધરી; દીધો બહુલો દ્રવ્ય અપાર, સાર્ પ્રણમી મિલિઉ પરિવાર. રાજા મનઈ ઘણો અંદોહ, રાજકુમારીનઈ કંત વિછોય; માતાનાં નિજ પુત્ર વિયોગ, તિણિ શોકાતુર સઘલો લોક. એક કહિ “રથ ભૂલ પડ્યો, જઉ અટવીનઈ મારિગ ચડ્યો; વિસર-સહ-ગમંદ વિણાસ, તર્ક આવવાની કહી આસ? ઈમ સહુ કોઈ ચિંતા કરિ, જોતાં કુમર ચિહું દશ ફરિ; એકઈ રથઈ કુઅર તેણિવાર, આવ્યો સરોવરમાં હરખ અપાર. ગયા વધાવા રાજા ભણી, સવા કોડિ દઈ વધામણિ; રાજકુમારી માતા સાંભલી, દિઓ હાર મનિ પુગી લી. સુભ મુહુરત પઇસારો કીઓ, પિતા ગ્રાસથિ ત્રિગણો દીઓ; માના પ્રણમી પગઈ આનંદ, સેવઈ નર-હય-ગય બહુ વૃંદ. વાટિ મૂઆ જે વિવહારિયા, આપઈ ગરથ જે ઉગર્યા; વીર ભરી હુંતી વાસણી, તે આપી સવિ કહિનઈ ગણી. અગડદત્ત રાજા પ્રતિ કહિ, “પિતાતણો ઈહાં વયરી રહઈ; એતી કૃપા કરો મુજ સ્વામિ., હું તે સાથિ કરું સંગ્રામ.' અભંગસેન રાય તેડાવીઉં, “સનધ-બધ થઈ તે આવીઓ; મિલ્યા લોક તે જોવા કાજિક અગડદર આવઉ તેણિ કાજઈ.
૨૨૮
૨ ૨૯
૨૩૦
૨૩૧
૨૩૨
૨૩૩
૧. પાઠાઠ અણગ. ૨. પાઠા, ચિંતા. ૩. પાઠાઠ લાખ. ૪. આનંદ. ૫. પ્રવેશ. ૬. રાજ્યકર્તાના કુટુંબીઓને પગાર માટે અપાતી રોકડ રકમ. ૭. પાઠાઉગરી. ૮. બખ્તર પહેરીને, પાઠા, સજી-સમાજી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org