________________
182
કુશલલાભજી કૃતા
૧૭૯
૧૮૦
૧૮૧
૧૮૨
૧૮૩
લઈ પ્રભાતિ ઘણી આથણી, આવ્યો ભોજન દેવા ભણી; વિવહારિઆ કુમરનઈ કહિં, “આણ્યો ગોરસ તહનઈ હઈ.” કુમર કહિ “જિમો મત એહ, અતિ સમઝાવી સેવક તેહ; તુ હિ ન રહિ વિવહારિઆ, વિષ-ગોરસ તે આહારીયા. સન્યાસી પોહતો તે ગામિ, તે જમ્યા સૂતા તેણિ ઠામિ; જાવાતણી થઈ જવ વાર, કુમર જગાવિ તેણિ વારિ. પ્રાણરહીત દીઠા જામ, ચમક્યો કુમર સજ થયો તામ; ‘સવિ કિહિની લીધી વાંસણી, દઉ દાઘ વિવહારિઆ ભણી. તે સન્યાસી અસી કરિ રહી, આવ્યો રથિ તે આડો વહી;
ભાઈ ભૂજંગમ માર્યો જેહ, માંગઉ વયર તેહનો એહ. કુમર કિહિ રે મુઢ! અયાણ, સીહ સાથિં મૃગ કર્યું પરાણ; વઢવા કારણિ તે બલ કરિ, અસી ગ્રહી અતિ ઉછક આફલઈ. કુમરઈ ધનુષબાણ સાધીઓ, વયરી મર્મ-ઠામ વેધીઓ; અલગો થકો પડી? તે જામ, વહી કુમર આવ્યો તિણિ ઠામિ. ચોર કહિ સંભલો “કુમાર!, એક વીનતી મૂઝ અવધારિ; સાહમાં પરવત 'ડાબી દીસઈ, ગુફામાંહિ મુઝ પુત્રી વસઈ. અતિ સરુપ યોવનવય તેહ, પરણીનઇ તે સાથિ લેઈ; બીજઈ અરથ-ગરથ અતિઘણુ, તે સહુ તુ લેજે તુઝતણુ'. કહિ પ્રચંડ “ભાર લેઈ ખાગ, દયા કરી મુઝ દેજે દા; “ગુફાંમાહિ જવ જાઈ કુમાર, મયણમંજરી સાથિ તિવાર. સીલા ઉઘાડી પહેઠા જસઈ, તસ્કર-પુત્રી આવી તિસઈ; અપછર-રંભતણિ અનુસાર, પેખી વિહવળ થયો કુમાર.
૧૮૪
૧૮૫
૧૮૬
૧૮૭
૧૮૮
૧૮૯
૧. પાઠાનિજ. ૨. સહુ કોઇની. ૩. જોર, બળ. ૪. પાઠાદીવા. ૫. પાઠા, ગુફા જોઈવા. ૬. ત્યારે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org