________________
અગડદત્ત રાસ
જિણિ સરોવર ઉતરિઓ કુમાર, તે સમીપઇ ગામ અપાર; ચોર પ્રચંડ અછિ તિહાં રહ્યો. વીરમતીઇ જઇ તેનિ કહ્યો.
‘અગડદત્ત જાઇ એકલો, ભાઇ-વઇર વાલુ તો ભલો'; ચોર કરી સન્યાસી વેશ, આવ્યો સરોવરતણિ નિવેશ. અગડદત્તથી અલગો રહિઉ, વિવહારિઆ પ્રતિ ઇમ કહ્યો; ‘જે પણિ આવ્યા એહનિ કેડ, વિ આગલિ છઇ ઉજડ વેડિ. આવો એનિ ઠંડી પાસ, એહ ટીટાનો કિસો વિશાસ?; આપણ જાસુ વસતી વાટ, જિમ ભાંજઇ મનનો ઉચાટ.’
વિવહારિઆ તેહ પ્રતિ કહઇ, ‘એહની નરતિ મુઠિ નવિ લહિ; એનિ સાથિ ભય કો નહી, સાહસવંત સૂર એ સહી.’
કહિ સન્યાસી ‘ધન મુઝ પાસિ, તિણિ કારિણિ ન કુરુ વેશાસ’; લોહ પાસાણ ભરી વાંસણી, ચોરે દેખાડી તેહ ભણી.
વિવહારિ આયા મુગધપણિ ચિત્ત, ચોર ભણી દેખાડિ વિત્ત; પેખી તે રલીઆત થઓ, ‘સાથિ આવસિ’ ઈમ કહ્યો.
કુમર કહિ એ ‘ધુરત જાતિ, સકઇ તો એ મ તેડુ સાથિ’; વિવહારિઆ ન વાર્યા રહિ, સન્યાસી સાથઇ થઉં વહિ. ત્રિજો દિન વઉલિઉ જેતલઇ, આવિઓ એક ગોકલ તેતલઇ; સરોવર પાલિ જઇ ઉત્તર્યો, સન્યાસી સાથઇ ન હુ તર્યો.
‘વરસ એક પિહરલા આવાસ, હું ગોકલિ રહિઉ ચઓમાસ; ઇહાં ભગત છઇ માહરો લોક, દુધ દહીનો લિસઇ શોક.’ ગોકલમાહિ સન્યાસી ગયો, સાથિ સહુ તિણિ સરોવર રહઇઓ; દુધ-દહી બહુલાં મેલવી, કાલકુટ માંહિ ॰વિસ ભેલવી.
Jain Education International
૧૬૮
For Personal & Private Use Only
૧૬૯
૧૭૦
૧૭૧
૧૭૨
૧૭૩
૧૭૪
૧૭૫
૧૭૬
૧૭૭
૧૭૮
૧. પાઠા ચ્યાર. ૨. ગરાસીયાની ખીજવણ. ૩. તપાસમાં નિયત પણે. ૪. મુષ્ટિ-ચોરી. ૫. કેડ ફરતી બાંધવાની રૂપીયા ભરેલી થેલી. ૬. પાઠા॰ આવિ વાસો રહ્યો. ૭. પસાર થયો. ૮. પહેલા. ૯. પાઠા૰ કરિસ સંયોગ. ૧૦. પાઠા૰ વિસસિઉ કેલવી.
181
www.jainelibrary.org