________________
180
કુશલલાભજી કૃતા
૧૫૭
૧૫૮
૧૫૯
૧૬૦
૧૬૧
આગલિ એક દ્રષ્ટિ વિષ સાપ, જાણિ પૂરવ ભવ પાપ; પેખી માનવ પૂઠઈ પુલઇ, મંત્રિ યંત્રિ ટાલિઉ નવિ ટલિ. ચોઉથી ચોરતણી છઈ પાલિ, ઘણા લોક મારિયા તિણિ ઝાલિ; અર્જન પલિપતિ તે રહિ, વાટ પીડઈ લોક નવિ વહિ.” કુમર સાંભલી સંકટ ચ્યારિ, પણિ મનિ બીહઈ નહી લગાર; મયણમંજરી ચિંતા કરિ, “માહરા પગની પિંડી થરહરિ. પ્રીતમ! એક પંથ પરિહરો, બીજઈ મારગિ ત્રેવડ કરો; વયણ સાંભલી પ્રીય મન હસ્યો, “પશુઓ તણો પરાક્રમ કસો?' કીધા મણ નીરમલ નીર, બાંઠા બેહુ સરોવર તીર; પૂઠિથકી આવ્યા સુણિ નામ, વિવહારિઆ ચારિ તિણિ ઠામિ. વિવહારી તેણે કીધ જુહાર, કુમર બોલાવ્યા તેણિવારિ; કિંઠાથી આવ્યા? ઈહ કુણ કામ?' “શ્રીવસંતપુર વસવા ઠામ. પાંચ વરસ પરદેશિ રહ્યા, વિત્ત ઉપાઈ વહિયા; ચંપાપુરિ વાત તુમ્હ સુણી, અતિ ઉછક “હુઆ તુમ્હ ભણી. રથ ચીહલે અમ્પ આવ્યા સહી, વિષમ પંથ કોઈ દીસઈ નહી'; કહિ કુમર “તખ્ત પાછા વલો, બીજઈ પંથ કટક જઈ મલો.” તે બોલઈ “હવિ અંતર ઘણો, સાથિ ન મૂકું અડે તખ્તતણો; સ્વામી! સપુરીસ સાહસવંત, તુમ્હ સરણે હવઈ અન્ડ નીશ્ચત. ઈણિ અવસર તે અટવી ભણી, બહિનિ ભૂજંગમ તસ્કરતણી; અગડદત્ત ચાલ્યો” સાંભલી, સાઝકિરણ ચાલિ મનિરલી. તેહના સગા સહોદર ચાર, બાંસઈ તિહાં અટવી કંતાર; સો ભાઈનઈ કહિવા ગહિગઈ, “અગડદત્ત મારિગિ વહિ.”
૧૬૨
૧૬૩
૧૬૪
૧૬૬
૧૬૭
૧. પાછળ. ૨. ચોરોનુ ગામ. ૩. પાઠા, પાલિ. ૪. પાઠા, દુખે ષિત્રી મરઈ. ૫. સ્નાન. ૬. પાઠાહયા. ૭. ઉત્સુક. ૮. પાઠાથયા તેહ. ૯, ચીલે. ૧૦. પાઠાદલ. ૧૧. સાંજના કિરણો હતા ત્યારે – સાંજના સમયે (?)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org