________________
અગડદત્ત રાસ
૧૨૬
૧૨૭
૧૨૮
૧૨૯
૧૩૦
કુમરી નિજ મન નિશ્ચય કર્યો, “ઈણિ ભવિ એ કંત માં વિર્યો; ગજ નીચો મસ્તક કરી રહ્યો, આપણી બુદ્ધિ ગયવર ગ્રહ્યો. હિર્વિ કુમરી માતા પ્રતિ ભણઈ, “એ વર માન્યું અભ્યતણઈ'; રાજા ચિત્ત ઘણો ઉછાહ, કુમરિનો માંડિલ વિવાહ. સોમદત્ત ગુરુ બંભણ જેહ, નામ-ઠામ કુલ દાખ્યાં તે; ખરચ્યા બહુલાઆ 'ગરથ અપાર, પરણ્ય અતિ ઉછવઈ કુમાર. રાઈ દીધો ઠામ સુરંગ, સહિત દોઈ તેજી “સુરંગ; ભલા રથ નઈ મયગલ પંચાસ, અગડદત્ત વિલસઈ સુખવાસ. સબલ પાંચસઈ દીધાં ગામ, આપ પાસઈ મંદીર ઘર ઠામ;
સાત ભૂમિ મંદિર આવાસ, અડદત્ત તિહાં રહિ ઉલાસિ. વસ્તુઃ
કુમર ચિંતઈ, કુમર ચિંતઈ, આપ મનમાહિ ઈહાં, હું આવ્યો એકલુ, વસ્ત્ર હીણ દુખી રહઓ ભોજન, જવ સુખ પોતઈ પ્રગટીલ, તવ અચિંત પામ્યો બહુ ધન'; રોજ કુમર રંગિ મલી, મનોહર મુહિલિ મંડાણ, કુશલલાભ ઈણિ પરિ કહિ, પેખુ પુણ્ય પ્રમાણ. અગડદત્ત સુખિ તિણિ પુરિ રહિ, દેસ વિદેસઈ સુજસ ગતિ-ગહિ; એક દિવસઈ ઘરણાં બારણાં, બઈઠો છઈ પરિવાર ઘણઈ. તેણિ વેલા એક ગરઢી નારિ, આવિ સમી સાંઝની વાર; અલગી થકી કરઈ તે સાન, આવ્યો કુમર કરી અનુમાન. પૂછઇ કુમર “કવણ તું નારિ?, આહાં આવી કેણ પ્રકાર?'; મયણમંજરીની હું ધાવિ, તખ્ત પાસઈ આવિ સદભાવિ.
૧૩૧
૧૩૨
૧૩૩
૧૩૪
૧. ધન. ૨. એ નામની જાતનો ઘોડો. ૩. સંકેત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org