________________
અગડદત્ત રાસ
175
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
બાંધી બાહિરિ આણી નારિ, દીધી સિલા ગુફાનઈ બારિ; રાજસભાઈ લઈ ગયો, લોક મનઈ અચંભો થયો. રાજા પૂછઈ “સુણ કુમાર!, નારી આણી કસો વિચાર?';
એહ બિહનિ આણિ તસતાણી, વીરમતી નામઇ પાપણી. સાંજલિ રાય! ભૂજંગમ ચોર, અતિ પ્રચંડ પાતકી અઘોર; દિન ફરતો યોગિનઈ વેસ, રાતાં “મુસતો લોક અસેસ. વિદ્યા સબલ ચોરનઈ પાસ, આપ બલ ઉડઈ આકાસ; મંત્રિ તાલાં ત્રોડઈ સોઈ, ઘર-ધણીઆનાં નિદ્રા હોઈ.” લઈ “ખાડઈ ઘાતી નારિ, રાજા મંત્રી થઉ અસવાર; નગરલોક સહુ સાથિં કરી, હર્ષિત સઘલી ચંપાપુરી. રાજા પ્રતિ કુમર ઇમ ભણઈ, “એહ ખાત્ર ઘર સાગરતણિ; સૂતા પુરુષ હણ્યા તેણિ થ્યારિ, પેખી તસ્કરનાં હથિઆર.” કહિઉ સવિ વેલુતો પ્રપંચ, આપ ઉગરિયો થંભ સંચ; દિઠો ચોર અતિહિં પ્રચંડ, ખડગ પ્રહાર થયું તે ખંડ. આવ્યો રાય ગુફા બારણિ, નગર લોક પ્રતિ એવું ભણિ; “સાત વરસમાં જે ધન ગયું, ખાત્ર “ખણી ચોરાં સંગ્રહિઉં. સઘલૂ નામઈ માંડિઓ તેહ, ઘણું વિચારી નરતિ કરેઇ; ગુફામાંહિ રાજા સંચરિ, ધન પેખી મન અચરિજ ધરિ. ઋદ્ધિ સહું લઈ ઢગલો કીલ, આપ આપણો ઉલખી લીઓ; જે પરદેસી થકી ધન રહિએ, તે સઘલો પાછિ લિઉ ગરો. પેખી ઋદ્ધિ તે અતિ ઘણી, દીધી રાઈ અગડદત્ત ભણી; નગરમાંહિ વધાવા કીયા, સહુ કો નિજ મંદીર આવીયા.
૧૦૯
૧૧૦
૧૧૧
૧૧૨
૧૧૩
૧૧૪
૧. આશ્ચર્ય. ૨. પાઠાક. ૩. પાપી. ૪. ભયંકર. ૫. ચોરતો. ૬. પાઠાખોડઈ. ૭. પાઠા, જેહવાર. ૮. પાઠા કરી. ૯. ઉકેલ. ૧૦. ઢગલો. ૧૧. ઉત્સવ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org