________________
174
કુશલલાભજી કૃત
૯૪
૯૫
તું પરણજે બિપિનિ માહરી, આ સઘલી લખમી તાહરી; વીરમતિ દીધી તુઝ ભણી, ગુફા સહીત ભોગવિ ઋદ્ધિ ઘણિ, હવિ જાગ્યો વલી તાહરો ભાગ્ય, મયા કરી મુઝ દેજે દાઘ'; ઈમ વાત કહી તતકાલ, તિસિ ચોર પણિ કીધો કાલ. તિહાંથિ સામિ પર્વત ગયો, જઈ પિંપલ તર્લિ ઉભો રહ્યો; તાલી ત્રણ મેહલી જેતલિ, સિલા ઉઘાડિ સ્ત્રિ તેતલિ. જોયું એ બંધવ તો નહી, ભાઈ ખડ્ઝ એ હાથે સહી; “મુઝ બંધવ મારિઉ છઈ એણિ', 'હસી કુમર બોલાવ્યો તેણિ. મુંઝ પ્રતિજ્ઞા પૂરી થઈ,' તેડી ગુફામાંહિ તે ગઇ; ભાઇતણઉ કહિઉ અવિરતંત, તે બોલઈ “ઇહાં બઇસો કંતી.' ચિહું દિસિ દેખેઈ લખમી ઘણી, કમી નહી ધન-સોવનતણી; સુંદર એક પત્યેક અપાર, બાંસાર્યો સુખ-સેજ કુમાર. પ્રીતમ! એ ધન એ આવાસ, હું વીરમતી તખ્ત પય-દાસ; એહ એકંઈ મિલ્યો સંયોગ, રહો પ્રછન્ન ભોગવો ભોગ. ત૭ કારિણિ આણું સુખડી, ઈમ કહી રમણી ઉપરિ ચડી; સિલા એક પલ્થક પ્રમાણ, કાઠમંત્રે બાંધી બંધાન. ચિંતઈ કુમર “મઈ કીકુ વિણાસ, વનિતાતણો કી વેસાસ'; ઈમ જાણિ ઉઠિઉ તિહાં થકી, ખૂણઈ જઈ રહ્યો તે “લુકી. નાંખી સિલા નારિઇ નિશંક, પડતા ચૂર્ણ થયું પલ્યા; હસતી નારી બોલઈ તેહ, ©વરવા આવ્યો ભોગી એહ.' ઈમ હસતી નારી ઉતરી, અગડદત્તિ તે ઝૂંટિઈ ધરી; મિ છેલ્લા તુઝ બંધવ ગોત્ર, મૂરખ! રંડ! તું કહી મી માત્ર?'.
૯૮
૯૯
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૩
૧. પાઠાત્ર માહરો. ૨. અગ્નિદાહ. ૩. પાઠાતિસિ ચોર પણિ કીધો કાલ, કુમરઈ જઈ લીલ કરવાલ. ૪. પાઠાસહી. ૫. વૃત્તાંત. ૬. સુખ-શધ્યાપર. ૭. પાશથી. ૮. જુએ છે. ૯. પાઠા, પરણિવા. ૧૦. ચોટલેથી. ૧૧. પાઠા. વિંધ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org